Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

વડાપ્રધાન પોષણ શકિત નિર્માણ યોજનાની કચેરી દ્વારા ૮૫ હજારનું અનુદાન ઃ ડે.કલેકટરે ડ્રાફટ અર્પણ કર્યો

સશસ્ત્ર સેના ધ્વજદિન સમિતિ ભંડોળમાં

રાજકોટ તા. ૯ : દર વર્ષે સેનાની ત્રણેય પાંખ દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિવસ તરીકે વિવિધ કાર્યક્રમો થકી ઉજવવામાં આવે છે.

આ દિવસની ઉજવણીનો મુખ્ય આશય સેનામાં ફરજ બજાવતા સૈનિકો અને તેમના પરીવારની કાળજી લેવાનો છે. જે અંતર્ગત કાયમી વિકલાંગતા ધરાવતા સૈનિકો, શહીદોની વિધવાઓ વગેરે પરીવારજનોને જીવન નિર્વાહમાં કોઈ મુશ્કેલી ન પડે તેવો શુભ આશય રહેલો છે અને આવા સારા કામ માટે જીલ્લાની મધ્યાહન ભોજન યોજનાની ટીમ દ્વારા સમગ્ર જીલ્લામાંથી કુલ રૃ. ૮૫,૦૦૦ જેટલો ફાળો એકત્રિત કરી જિલ્લા સશસ્ત્ર સેના ધ્વજદિન સમિતિ ભંડોળમાં યોગદાન આપવામાં આવેલ છે.  આ અંગે જીલ્લાના મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટરશ્રી, સૂરજ સુથાર, નાયબ મામલતદાર સુશ્રી દિશા ભાગિયા તેમજ લક્કીરાજસિંહ જાડેજા દ્વારા  કલેકટર અને પ્રમુખશ્રી, જિલ્લા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ સમિતિના અધ્યક્ષશ્રીને ડિમાન્ડ ડ્રાફટ સુપ્રત કરવામાં આવ્યો હતો. કલેકટરશ્રી અરૃણ મહેશ બાબુએ આ પ્રશંસનીય સેવાકાર્ય બદલ તમામ તાલુકા અને જીલ્લા સ્તરની મધ્યાહન ભોજન યોજનાની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

(3:47 pm IST)