Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાજકોટ ચેમ્બર દ્વારા મોટીવેશન સેમિનાર

રાજકોટ તા. ૯ : રાજકોટ ચેમ્બરે ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 9 HABITS OF SUPER SUCCESSFUL PEOPLE   વિષય  પર નિઃશુલ્ક મોટીવેશન સેમિનારનું તા. ૧૩-૩-ર૦ર૩ સોમવારના રોજ સાંજના પ થી ૭ સ્થળ ઃ- રાજકોટ ચેમ્બર કોન્ફરન્સલ હોલ, સેન્ટર પોઇન્ટ, કરણસિંહજી રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રખ્યાત ઇન્ટરનેશનલ મોટીવેટર શ્રી નિખિલ દેસાઇ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તેથી આ સેમિનારનો ખાસ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. તેમજ રસ ધરાવનાર વ્યકિતએ સેમિનારમાં ભાગ લેવા માટે ફોન રરર૭૪૦૦, રરર૭પ૦૦, મો. ૭૩૮૩૧ ર૭૪૦૦, ઇ-મેલ ઃ rajkotchamber@yahoo.in  ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:46 pm IST)