Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાજકોટ કાનાલૂસ રેલવે ડબલીંગ પ્રોજેકટ: ઘંટેશ્વર સહિત ૫ ગામના ખેડૂતોની જમીન સંપાદન અંગે સુનાવણી

રૃરલ પ્રાંત દ્વારા દરેક ખેડૂતોને વ્યકિતગત નોટીસો આપી જવાબો રજૂ કરવા બોલાવ્યા

રાજકોટ તા. ૯ : રાજકોટ કાનાલુઝ રેલવે ડબલિંગ પ્રોજેકટ હેઠળ કુલ ૧૫ ગામની જમીન સંપાદન થઇ રહી છે, આ અંગે રૃરલ પ્રાંતશ્રી વિવેક ટાંક અને તેમની ટીમ કામ કરી રહી છે.

'અકિલા' સાથેની વાતચીતમાં શ્રી ટાંકે જણાવ્યું હતું કે, કુલ ૫ ગામના (ઘંટેશ્વર, મોવૈયા, જોધપરછલ્લા, માધાપર, પરાપીપળીયા)ના આખરી જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે, જમીન સંપાદન અંગે ઉપરોકત તમામ ગામના ખેડૂતોને વ્યકિતગત નોટીસ આપીને સંપાદનની સુનવણી કરવામાં આવી હતી.

આજે આ સુનાવણી હાથ ધરાયેલ, ખેડૂતોએ વળતર સહિતના મુદ્દે પોતાના નિવેદનો - વાંધાઓ તથા અન્ય બાબતો રજૂ કરી હતી.

(3:44 pm IST)