Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રંગ ગુલાલ કી પિચકારી, સબસે પ્‍યારી હોલી હમારીઃ નીતિન ભારદ્વાજ પરિવાર ધૂળેટીના રંગ રંગાયો

રાજકોટ : રંગનો અને ઉમંગનો તહેવાર હોળી-ધુળેટી શાનથી ઉજવાઇ ગયો. ગઇ કાલે ભાજપના પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ પરિવારે તહેવારની પારીવારિક માહોલમાં ઉજવણી કરેલ. શ્રીમતી અલ્‍કાબેન અભયજભાઇ ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન અને શ્રી નીતિન ભારદ્વાજ શ્રીમતી ધારીણી અને શ્રી અંશભાઇ તેમજ ભારદ્વાજ પરિવારના વેવાઇ કિરીટભાઇ મહેતા, નિકુંજભાઇ મહેતા વગેરેએ પ્રાકૃતિક રંગે રંગાઇને તહેવારની મજા માણી હતી. રાજકારણના સફળ ખેલૈયા નીતિન ભારદ્વાજે ધુળેટીના કુદરતી રંગ કરતા રાજકીય કૃત્રિમ રંગ અને ઢંગ વધુ જોયા છે. રંગ ઉડાડ નારાઓ કરતા રંગ બદલનારાઓથી વધુ સાવચેત રહેવાની સમજણ તેમનામાં છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)

(3:43 pm IST)