Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાજકોટ રંગે રંગાયુઃ ધૂળેટીની ઉમંગભેર ઉજવણીઃ માર્ગો મેદનીથી અને મેદાનો કલરથી લથપથ

રાજકોટઃ સોમવારે હોલીકા દહન બાદ બુધવારે ધૂળેટી પર્વ મનાવવામાં રાજકોટ રંગભીનું બન્‍યુ હતું. લોકોએ એકબીજાને રંગના છાંટણા કરી રંગોત્‍સવ મનાવ્‍યો હતો. જાહેર માર્ગો અને મેદાનો મેદનીથી ઉભરાયા હતા. કોઈ કોઈ સ્‍થળે ડી.જે. અને મ્‍યુઝીક સીસ્‍ટમના સથવારે આનંદની કીકીયારીઓ વચ્‍ચે ઉત્‍સવનો આનંદ લૂંટાયો હતો. ઉપરની પ્રથમ હરોળની તસ્‍વીરોમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો સર્વશ્રી ધનસુખભાઈ ભંડેરી, ભૂપતભાઈ બોદર, કમલેશભાઈ મિરાણી, પુષ્‍કરભાઈ પટેલ, સંતો મહંતો તેમજ નીચેની હરોળમાં ધૂળેટીનો આનંદ લૂંટતા નગરજનો નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:42 pm IST)