Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાધાકૃષ્ણ જવેલર્સને 'બેસ્ટ સીલ્વર આર્ટ વર્ક ઓફ સૌરાષ્ટ્ર'નો એવોર્ડ

રાજકોટ તા. ૯ ઃ.. રાધાકૃષ્ણ જવેલર્સ રાજકોટ સ્થિતિ દિગ્વિજય મેઇન રોડ પ્રહલાદ પ્લોટ શેરી નં. ૮ નજીક આવેલું છે. ગોલ્ડ જવેલરી અને સિલ્વર આર્ટિકલ્સ પ્રોડકટસમાં નવીનતા લાવવા સામે આધુનિક મશીનરી અને પ્રશિક્ષિત સ્ટાફ ધરાવે છે.

રાધાકૃષ્ણ જવેલર્સના માલિક મનસુખભાઇ કંસારા જણાવે છે કે નકશી (ઘડતર) કામ, હેન્ડ વર્ક, આર્ટિકલ ગોલ્ડ વર્ટિકલ જવેલરી વગેરેમાં અમે નિષ્ણાંત છીએ. જગપ્રસિધ્ધ વૈષ્ણોદેવી માતાજીના મંદિર માટે પ મણ ચાંદીમાંથી પ૧ કલાત્મક છતરનું નિર્માણ કરી રાજકોટ શહેરનું ગૌરવ વધાર્યુ હતું. આવી તો અદ્ભૂત બેનમુન કારીગરના અનેક દાખલાઓ તેમના નામે બોલે છે. મનસુખભાઇ કંસારાની બેજોડ કારીગીરી શ્રી દ્વારકાધીશ મંદિર હવેલીનું ર કિલો સોનાનું છત્તર, શ્રી સોમનાથ મહાદેવજીનું ૧૧ કિલો વજનનું  છતર અને નાગદેવતા શ્રી શ્રી ઠાકોરજી હવેલી ટ્રસ્ટના પ કિલો સોનાના થાળી વાટકા,ઝારીજી, બંટા, માં આશાપુરા (કચ્છ)ના સવા કિલો સોનાના મુગુટ જેવી અદ્ભુત કલાકારીગીરી પ્રદર્શિત કરી ચૂકયા છે. આવી અસંખ્ય સિધ્ધિઓ અને સર્જનો બદલ રાધાકૃષ્ણ જવેલર્સને ધ બેસ્ટ સીલ્વર   આર્ટ વર્ક ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ વિજેતા બદલ ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(3:41 pm IST)