Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રવિવારે ઓબીસી મહાસભાનું રાજકોટમાં અધિવેશન

રાજયભરમાંથી એસ.સી.એસ.ટી. ઓબીસી બક્ષીપંચ સમાજના પ્રતિનિધિઓ આવશેઃ વસ્તી ગણતરી અને વેલ્ફેર બોર્ડ મુદદે ચર્ચા વિચારણા

રાજકોટ તા.૯ઃ અખિલ ભારતીય ઓ.બી.સી મહાસભા ગુજરાતના ૩૩માંથી ૨૨ જીલ્લામાં ઓ.બી.સી.એસ.સી.એસ.ટી સમાજના સંગઠન માટે એકમાત્ર રજીસ્ટ્રેશન ધરાવતી રાષ્ટ્રીયકક્ષાએ સંસ્થા કાર્યરત છે હાલ અધ્યક્ષ પ્રજાપતિ વિપુલ ચંદુભાઇ જાદવ તથા કાર્યકારી અધ્યક્ષ પ્રભાતભાઇ કોઠીવાળના નેજા હેઠળ ગુજરાતનું પ્રથમ રાજય અધિવેશન દેશળદેવ હોલ ખવાસ–ગુજરાત સમાજ શ્યામનગર ૧/૩ રાજનગરચોક નાનામૌવા મેઇનરોડ રાજકોટ ખાતે તા.૧૨ના રવિવારે સવારે ૧૦થી ૫ સંમેલન રાખવામાં આવેલ છે.

આ સંમેલનમાં ગુજરાતમાંથી એ.સી.એસ.ટી અને ઓ.બી.સી બક્ષીપંચ સમાજના ભાઇઓને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.

આ સંમેલનમાં કડિયા, પ્રજાપતિ, દરજી, લુહાર, આહિર, ભરવાડ, કોળી, ઠાકોર, ખવાસ રજપુત, ગઢવી, ચારણ, બારોટ, ચૌધરી, સંઘી, સુમરા, સીપાઇ, સગર, સાપવારા, રાણા, દેવીપુજક, મોચી, વાણંદ, કારડીયા રજપુત, નાડોદા રજપુત, લંઘા, ભોઇ, ખારવા, માછી, પંચાલ સહિત ૧૪૬ ઓ.બી.સી બક્ષીપંચ જ્ઞાતિના અગ્રણીઓ હાજર રહેશે

સંમેલનનો ઉદેશ્ય ઓ.બી.સી બક્ષીપંચની વસ્તી ગણતરી ગુજરાત સરકાર કરાવે, ઓ.બી.સી બક્ષીપંચ સમાજ માટે ગુજરાત સરકાર ૧૦,૦૦૦ કરોડનો વેલ્ફેર બોર્ડ જાહેર કરે, ઓબીસી બક્ષીપંચના વિદ્યાર્થીઓને ફ્રીશીપ કાર્ડ યોજનાનો લાભ હાયર એજયુકેશનમાં મળે, ઓ.બી.સી.એસ.સી.એસ.ટી વર્ગના હક અધિકાર માટે હર એક શહેરમાં પંચ તેમજ સરકારી યોજનાઓના મળતા લાભોથી વંચિતોને યોગ્ય માર્ગદર્શન તેમજ અન્ય સામાજિક વિકાસ, શિક્ષણ રોજગાર, આરોગ્ય વિષે સુવિધાઓ, તેમજ આ પ્રકારની માંગણીઓની ચર્ચા થશે

આગામી સમયમાં જ સૌરાષ્ટ્ર–કચ્છ અને સમગ્ર ગુજરાતમાં ઓ.બી.સી એસ.સી એસ.ટી સમાજની લડાઇને વેગ આપવા માટે હરેક શહેરમાં ટિમ બનાવી સંગઠનને મજબુત બનાવવામાં આવશે.

તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા કાનાભાઇ ચૌહાણ રાજકોટ(પ્રમુખ ઓબીસી મહાસભા રાજકોટ જીઁલ્લા), ભરત ચાવડા પડધરી તાલુકા–ચમાર(પ્રમુખ),  વિમલ ખુંટ પડધરી તાલુકા–પટેલ(ઉપપ્રમુખ), નિપાબેન કે ઝાલા રાજકોટ–મોચી અગ્રણી, કાજલબેન રાઠોડ રાજકોટ– ચમાર અગ્રણી, બાલાભાઇ અમેથીયા રાજકોટ પ્રજાપતિ યુવા પ્રદેશ, સચિવ, વિજયભાઇ વિ.પાટડીયા રાજકોટ પ્રજાપતિ,  પરવેઝભાઇ એમ.કુરેશી –સીપાઇ મુસ્લીમ અગ્રણી, મુનાવરખાન વજારખાન પઠાણ(એડવોકેટ) સીપાઇ મુસ્લીમ અગ્રણી, કમલેશ ધનજીભાઇ માળવી પ્રજાપતિ અગ્રણી, ખાંભલા મનોજભાઇ રબારી અગ્રણી, દિપકભાઇ મુલીયાણી એસટી અગ્રણી, બાબુભાઇ ડી ચાવડા– દલિત (એસટી અગ્રણી), ઉત્તમભાઇ મુકેશભાઇ રાઠોડ–એસ.ટી.(મહામંત્રી રાજકોટ શહેર), માલદેવભાઇ ચાવડા– આહિર સમાજ (પ્રમુખ ઓબીસી મહાસભા રાજકોટ શહેર), દિનેશભાઇ ખાટરીયા–આહિર અગ્રણી નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:40 pm IST)