Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

શહેરના ૧૯ હજાર મહિલાઓએ સીટી - BRTS બસમાં નિઃશુલ્ક મુસાફરીની મજા માણી

ગઇકાલે ૮ માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે : સીટી બસમાં ૧૦ હજાર તથા બીઆરટીએસ બસમાં ૯ હજાર બહેનોએ લાભ લીધો ઃ માહિતી આપતા પ્રદિપ ડવ, પુષ્કર પટેલ તથા અમિત અરોરા

રાજકોટ તા. ૯: મહાનગરપાલિકાની રાજકોટ રાજપથ લી.ઙ્ગદ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.ઙ્ગતા.૦૮/૦૩/૨૦૨૩ બુધવારના રોજ 'ઇન્ટરનેશનલ વુમન્સ ડે (આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ)' નિમિત્તે સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવામાંઙ્ગમહિલાઓ માટેઙ્ગ 'નિઃશુલ્ક બસ સેવા' પુરી પાડવામાં આવેલ. જેમાં કુલ ૧૮૯૦૧ મહિલાઓએ 'નિઃશુલ્ક બસ સેવા'નો લાભ લીધો હતો તેમ મેયર ડો. પ્રદિપ ડવ,ઙ્ગસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, 'ઇન્ટરનેશનલ વુમન્સ ડે'ઙ્ગતા.૮ માર્ચ બુધવારના રોજ સિટી બસમાં કુલ ૧૦૦૦૬ મહિલાઓ અને બી.આર.ટી.એસ. બસમાં કુલ ૮૮૯૫ મહિલાઓએ એમ કુલ ૧૮૯૦૧ મહિલાઓએ 'નિઃશુલ્ક બસ સેવા'નો લાભ લીધો હતો.

(3:39 pm IST)