Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

શ્રીમતી જે.જે.કુંડલિયા આર્ટસ ઍન્ડ કોમર્સ કોલેજનો પ૧મો વાર્ષિકોત્સવ

રાજકોટ: શ્રીમતી જે.જે.કુંડલિયા આર્ટસ ઍન્ડ કોમર્સ કોલેજનો પ૧માં વાર્ષિકોત્સવ મનુભાઇ વોરા સભાગૃહ - બાલભવન રાજકોટ ખાતે યોજાયો. સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં રપ જેટલી જુદી જુદી કૃતિઓ વિદ્યાર્થી  દ્વારા રજુ કરાઇ. પ્રતિભા સન્માન, વિદાય, પુસ્તક વિમોચન, નિવૃતિ સન્માન કાર્યક્રમ યોજાયો, કાર્યક્રમના સ્વાગત પ્રવચન કરતા કોલેજના પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશ જાશીઍ વિદ્યાર્થીઅોના ઉત્તમ જીવન જીવવાની અને માતા-પિતાનું ઋણ અદા કરવાની શીખ આપી. કાર્યક્રમના ઉદઘાટક મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જાશીઍ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે સમાજ જીવનના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહીને માતા-પિતા રાષ્ટ્રનું નામ રોશન કરવા માટે કઠોર પરિશ્રમ કરીને આગળ વધવાની શીખ આપી હતી. ડો. અલ્પનાબેન ત્રિવેદીઍ કોલેજના સમયને જીવનનો શ્રેષ્ઠ સમય ગણાવીને સદઉપયોગ દ્વારા સમાજ કુટુંબ, દેશને ઉપયોગી થવા વિદ્યાર્થીઅોને હાકલ કરી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે  ઉપસ્થિત પીપલ્સ બેîકના મેનેજીંગ ડીરેકટર શામજીભાઇ ખુંટ, પ્રિન્સીપાલ ડો. સ્મિતાબેન ઝાલાપ્રીન્સીપાલ ડો.પ્રીતિબેન ગણાત્રા, પ્રિન્સીપાલ ડો.ભાવનાબેન જાશી દ્વારા વિવિધ રમત ગમતમાં નેશનલ લેવલે રમનાર પ૭ ખેલાડીઅોનું પારિતોષીક શિલ્ડ સર્ટીફીકેટ શિષ્યવૃતિના રૂ.૩ હજારનો ચેક દ્વારા સન્માન કરાયુ. (૪.૧૯)

 

 

(3:39 pm IST)