Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ઉષા જૈનઃ બાળકોને શિક્ષણ-મહિલા સ્વરોજગાર-ગૌસેવા-દર્દીઓની સેવામાં જીવન સમર્પિત

ચિત્રકુટના સદગુરૃ સેવા સંગ ટ્રસ્ટમાં કાર્યરત : મુળ સુરેન્દ્રનગર વતની

ચિત્રકૂટ,તા. ૯ : સદગુરૃ સેવા સંગ ટ્રસ્ટ સાથે જોડાયેલ મહિલા ઉષા જૈન જ્યારથી ચિત્રકૂટ આવ્યા છે. ત્યારથી તેમણે પોતાનું જીવન બાળકોને શિક્ષિત કરવા તથા મહિલા સ્વરોજગાર અને ગૌસેવા સહિત જાનકીકુંડ હોસ્પિટલમાં આંખોના ઇલાજ માટે આવતા દર્દીઓની સેવામાં લગાડ્યું છે.

ગુજરાતના સુરેન્દ્રનગરમાં જન્મેલ ઉષા જૈનના લગ્ન ૧૯૭૫માં ડો. વી. કે.જૈન સાથે થયેલ ત્યાર બાદથી તેઓ ચિત્રકૂટમાં જ રહેવા લાગેલ. સદગુરૃ સેવા સંઘની શિક્ષા સમિતિ સાથે ૧૯૮૧-૮૨માં જોડાયેલ. જેમાં તેમના કાર્યને જોઇને સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવેલ.

ગામના અશિક્ષિત બાળકોને ભણાવવાનું કાર્ય કર્યું. ત્યારબાદ પ્રાયમરી, હાયર સેકન્ડરી અને ઇંગ્લીશ મીડીયમ કોલેજ તથા સંસ્કૃત ભાષાની કોલેજની દેખભાળ કરતા રહેલ.

મહિલાઓને રોજગાર દેવાના ઉદેશ્ય સાથે વર્ષ ૧૯૯૮માં મહિલા સમિતિનું ગઠન કરી મહિલાઓને સમિતિ સાથે જોડવામાં આવેલ. ત્યારબાદ તેમને રોજગાર અંગે પ્રશિક્ષિત કરાયેલ.

ટ્રસ્ટના માધ્યમથી ખુલેલ ગૌશાળાની દેખરેખ તેમના નેજા હેઠળ જ થાય છે. તેમના બે પુત્રો ડો. ઇલેશ અને જિનેશ છે. (અમર ઉજાલામાંથી સાભાર)

(3:37 pm IST)