Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ભારતીય નૃત્ય સંગીત મહાવિદ્યાલય નવી શાખા કાલથી શરૃ

રાજકોટઃ ભારતીય નૃત્ય સંગીત મહાવિદ્યાલયની શાખા ૨–તિરૃપતિનગર, હનુમાનમઢીચોક, રૈયારોડ ખાતે તા.૧૦થી શરૃ થઇ રહેલ છે. અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ–મુંબઇ દ્વારા  સરકારમાન્ય ડીગ્રી કોર્ષ પ્રારંભિકથી શિક્ષા વિશારદ સુધી શીખવવામાં આવે છે. જેમાં તબલા, ગાયન, હાર્મોનિયમ, સિતાર, ગિટાર, કીબોર્ડનો કોર્ષ શીખવવામાં આવે છે. તથા પ્રાઇમ પ્લસ કોમ્પ્યુટર ઇન્સ્ટીટયૂટ દ્વારા દરેક પ્રકારના કોમ્પ્યુટર કોર્ષ શીખવવામાં આવશે.

રસ ધરાવતા દરેક સંગીત રસીકોએ સવારે ૮થી રાત્રે ૮ સુધી રૃબરૃ અથવા મો.૯૪૨૬૭ ૮૪૯૫૯ ઉપર સંપર્ક કરવા વિદ્યાલયના ડાયરેકટર શ્રી રમણિકભાઇ માલકીયાની એક યાદી જણાવે છે.

(3:34 pm IST)