Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

હિરાસર એરપોર્ટઃ માર્ચના અંતમાં તમામ કામ પુરૂ થશેઃ લોકાપર્ણ પહેલા ૧૦ દિ' અગાઉ મોટી ફલાઇટ ટેસ્‍ટીંગ

અમૃત સરોવર-સૂજલામ સુફલામ અંગે આજે મહત્‍વની મીટીંગ... : ઝનાના હોસ્‍પીટલમાં મશીનરી કામ ચાલુઃ : એપ્રિલમાં લોકાર્પણ : હિરાસરમાં એપ્રિલમાં કેન્‍દ્રની અને એરપોર્ટ ઓથોરીટી એમ બે ટીમ આવશે

રાજકોટ તા.૯ : રાજકોટ જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશબાબુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે હિરાસર એરપોર્ટ પર તમામ કામ માર્ચના અંત સુધીમાં પૂર્ણ થશે અને લોકાર્પણ અંગે તૈયારીઓ કરાશે. કલેકટરેમ જણાવેલ કે તમામ કામ પૂર્ણ થશે, ડીજીસીઆઇના એનઓસી બાદ કેન્‍દ્ર અને એરપોર્ટ ઓથોરીટી એમ બે ટીમ રાજકોટ આી તમામ બાબતોનું નિરીક્ષણ કરશે અને ત્‍યારબાદ લોકાર્પણ પહેલા ૧૦ થી ૧ર દિવસ અગાઉ મોટી  ફલાઇટનું સફળ લેન્‍ડીંગ - ટેકઓફ ટેસ્‍ટીંગ કરાશે, બાદમાં લોકાર્પણ થશે અને એરપોર્ટ શરૂ કરી દેવાશે.

ઝનાના હોસ્‍પીટલ

કલેકટરે ઉમેર્યુ હતું કે ઝનાના હોસ્‍પીટલનું તમામ સીવીલ વર્ક પુરૂ થયુ છે, મશીનરી કામ ચાલુ છેસંભવત એપ્રિલમાં લોકાપર્ણ કરાશે.

અમૃત સરોવર તથા સુજલામ-સૂફલામ

કલેકટરે ઉમેર્યુ હતું કે અમૃત સરોવર અને સુજલામ-સુફલામના કામો શરૂ થઇ ગયા છે, બંને કામો અંગે સમીક્ષા બેઠક તમામ પ્રાંત મામલતદારો સાથે બપોર પછી રખાઇ છે.

(3:27 pm IST)