Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

માધાપર બ્રીજ ઉપર બીજો બ્રીજ બનશે

કોર્પોરેશન પાસે NOC મંગાશેઃ હાલનો બની રહેલ એક મહિનામાં પૂર્ણ કરવા આદેશો : કમોસમી વરસાદથી નુકશાન અંગે ટીડીઓ - ખેતીવાડી વિસ્‍તરણ અધિકારીને સર્વે માટે સૂચના...

રાજકોટ તા. ૯: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશબાબુએ મહત્‍વની જાહેરાત કરતા ઉમેર્યું હતું કે માધાપર ચોકડીએ હાલ બની રહેલ બ્રીજનું કામ એક મહિનામાં પૂર્ણ કરી લેવા સંબંધીત તમામ એજન્‍સીઓને આદેશો કરાયા છે, આ પુલનું કામ એક મહિનામાં પૂર્ણ થતા તમામ ટ્રાફીક પ્રશ્‍ન સાવ હળવો બની જશે, આ પૂલનું લોકાર્પણ પણ એપ્રિલમાં કરી દેવાશે, આ પુલ ૬૦ કરોડના ખર્ચે બનાવાયો છે.

તેમણે જણાવેલ કે આ માધાપર બ્રીજ બની ગયા બાદ તેની ઉપર વધુ એક નવો પુલ બનાવવા અંગે કાર્યવાહી થશે, પરંતુ આ પહેલા રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન પાસે NOC લેવાશે, ત્‍યારબાદ વધુ ફાઇનલ કરાશે, હાલ આ બાબત વિચારણા હેઠળ છે, માર્ગ-મકાન પણ સર્વે કરી રહ્યું છે. તાજેતરમાં કમોસમી વરસાદથી ઘઉં-કેરી સહિતના પાકોને નુકશાન અંગે કલેકટરે ઉમેર્યું હતું કે આ બાબતે સર્વે કરવા તમામ ટીડીઓ અને ખેતીવાડી વિસ્‍તરણ અધીકારીને સુચના આપી છે.

ઇ-શ્રમ કાર્ડ

કલેકટરે જણાવ્‍યું હતું કે તમામ પ્રકારના શ્રમીકોને ઇ-શ્રમ કાર્ડ મળી રહે તે માટે આગામી દિવસોમાં મેગા કેમ્‍પ કરાશે, જે તે પ્રાંત-મામલતદારોને સુચના અપાઇ છે, આ માટે આધારકાર્ડ, બેન્‍ક ખાતા નંબર, મોબાઇલ નંબર ફરજીયાત રહેશે. આવા કાર્ડ માટે ગામડામાં વિલેજ ઓપરેટર, સુધરાઇ અને કોર્પોરેશનમાં જે તે ઝોનલ અધીકારીઓ કામગીરી કરશે.

(3:24 pm IST)