Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

અમિત અરોરા - પ્રીતિ અરોરા લાડકી અનિકા સાથે રંગે રમ્‍યાઃ ઉડાડી ખુશીઓની છોળ

અધિકારીઓ રમ્‍યા સહજ રીતે ધુળેટી

રાજકોટ : ધુળેટીના તહેવારમાં સૌ અબાલ-વૃધ્‍ધ, લોકો અધિકારીઓ એક રંગ બની જાય છે. આઇએએસ કેડરના મ્‍યુ.કમિશ્નર અમિત અરોરા તેમના ધર્મપત્‍ની અને પીજીવીસીએલના જોઇન્‍ટ એમ.ડી. પ્રીતિ અરોરાએ પોતાના નિવાસસ્‍થાને રંગ પર્વની સહજ રીતે પુત્રી અનિકા સાથે મનભરીને ઉજવણી કરી હતી. પ્રથમ તસ્‍વીરમાં અધિકારીઓ તરીકે અડીખમ અમિત અરોરા, પિતા તરીકે પુત્રી અનિકા સાથે નીચા નમીને હોળી રમી રહયા છે. જયારે બીજી તસ્‍વીરમાં અરોરા પરિવાર એક બીજાને રંગ લગાડતા દર્શાય છે. નીચેની તસ્‍વીરમાં અનિકા તેની મિત્ર સાથે પિચકારીથી ખુશીઓની છોળ ઉડાડતી દર્શાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(1:29 pm IST)