Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

શાપર વેરાવળમાં પ્‍લાયવુડમાં ડીઝાઈન બનાવતા કારખાનામાં આગ : લાખોનું નુકસાન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા),ગોંડલ : શાપર વેરાવળમાં પ્‍લાયવુડમાં ડિઝાઇનિંગ બનાવવાનું કામ કરતા કરખાનામાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્‍યા હતા.આગને કારણે કારખાના રહેલ સીએનસી મશીનમાં નુકશાન થયું હતું. આગની જાણ થતાં શાપર અને ગોંડલના ૨ ફાયર ફાઈટરો ઘટના સ્‍થળે પોહચ્‍યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

પ્રાપ્‍ત વિગત મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ શાપર વેરાવળ માં ઇમેજ બેરિંગ નામના કારખાનામાં આગ  ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા.આગની ઘટના અંગે ઇમેજ બેરિંગ કંપની ના ભાવિનભાઈ મહેતા સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે  આગના બનાવની જાણ થતાં શાપર અને ગોંડલના ફાયરને જાણ કરતા ફાયર ફાઈટરો સ્‍થળ પર પોહચીને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્‍યો હતો કારખાનામાં પ્‍લાયવુડ પર ડિઝાઇનિંગ કરવાનું કામ કરી રહ્યા હતા ૪ જેટલા સીએનસી મશીનમાં નુકશાન થવા પામ્‍યું છે આગના કારણે મશીનરી અને પ્‍લાયવુડ સહિત લાખોનું નુકશાન થવા પામ્‍યુ છે.

ગોંડલ ફાયરના અજયસિંહ વાળા, હાર્દિક રબારી, યશપાલ પરમાર, જગદીશ, અશ્વિન સહિત ના ફાયર ફાઈટરો એ મહા મહેનતે આગ પર કાબુ મેળવ્‍યો હતો.

(12:14 pm IST)