Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

સ્‍કોલરશીપનો ખજાનોઃ ધો. ૧ થી અનુસ્‍નાતક કક્ષાના શિક્ષણ માટે ઉપલબ્‍ધઃ કરો અરજી

ઉચ્‍ચતર માધ્‍યમિક, ગ્રેજયુએશન, પ્રોફેશનલ બીડીએસ-ડેન્‍ટલ, ડીપ્‍લોમાં, ધોરણ ૧ થી અનુસ્‍નાતક કક્ષા (પ્રોફેશનલ - નોન પ્રોફેશનલ) સુધીના શિક્ષણ માટે શિષ્‍યવૃતિ જ્જ સાયન્‍સ, ટેકનોલોજી, એન્‍જીનીયરીંગ, મેથ્‍સમાં ગ્રેજયુએશન કરતી વિદ્યાર્થીનીઓ માટે તક જ્જ સ્‍પોર્ટસપર્સન-ઇન્‍ડીવિઝયુઅલ રમતવીરો માટે ખાસ સ્‍કોલરશીપ ઉપલબ્‍ધ

રાજકોટ તા. ૯ :.. જીવનોપયોગી શિક્ષણ મેળવીને સોનેરી ભવિષ્‍ય બનાવવા માટે આજનું યુવાધન સતત આતુર હોય છે. જ્ઞાન, માહિતી અને ટેકનોલોજીના આજના યુગમાં વિવિધ કક્ષાના શિક્ષણ માટે ઘણી બધી ઉપયોગી સ્‍કોલરશીપ મળી રહી છે, જેની ઉપર એક નજર કરીએ તો...

* કીપ ઇન્‍ડિયા સ્‍માઇલીંગ ફાઉન્‍ડેશનલ સ્‍કોલરશીપ એન્‍ડ મેન્‍ટરશીપ પ્રોગ્રામ ર૦રર-ર૩ અંતર્ગત કોલગેટ - પામોલીવ (ઇન્‍ડિયા) લિમિટેડ દ્વારા યુવા વિદ્યાર્થીઓ પોતાની તેજસ્‍વીતા સાથે શૈક્ષણીક કારકિર્દી આગળ વધારી શકે અને જેઓ પાસે શૈક્ષણીક કારકિર્દી આગળ વધારવા જરૂરી સંસાધનોનો અભાવ છે. તેઓને સ્‍કોલરશીપ મળી રહી છે. પસંદ થનાર ઉમેદવારોને વર્તમાન શૈક્ષણિક કક્ષાના આધારે ચાર વર્ષ સુધીના શિક્ષણ માટે દરેક વર્ષે પ૦ હજાર રૂપિયા સુધીની સ્‍કોલરશીપ મળવાપાત્ર થશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૩-ર૦ર૩ છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓએ ર૦રર ની બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦ માં ઓછામાં ઓછા ૭પ ટકા તથા ધોરણ ૧ર માં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવ્‍યા હોય તેઓ પોતાના ઉચ્‍ચતર માધ્‍યમિક, ત્રણ વર્ષના ગ્રેજયુએશન તથા ચાર વર્ષના પ્રોફેશનલ બીડીએસ ડેન્‍ટલના  શિક્ષણને આગળ વધારવા અરજી કરી શકે ેછે. અરજદારની પારિવારિક વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/kisf6

* એચડીએફસી બેન્‍ક પરિવર્તન્‍સ ઇસીએસ સ્‍કોલરશીપ ર૦રર-ર૩ અંતર્ગત એચડીએફસી બેન્‍ક દ્વારા ધોરણ એક થી લઇને અનુસ્‍નાતક કક્ષા સુધીમાં અભ્‍યાસ કરતા વંચિત વર્ગોના તેજસ્‍વી અને આર્થિક સહયોગ ઇચ્‍છતા વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ આપવામાં આવે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને ૭પ હજાર રૂપિયા સુધીની રકમ મળવાપાત્ર થશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ-૩-ર૦ર૩ છે.

- અરજી કરવા માટેની પાત્રતા

ધોરણ ૧ થી લઇને ધોરણ ૧ર, ડીપ્‍લોમાં, સ્‍નાતક અથવા અનુસ્‍નાતક (પ્રોફેશનલ-નોન પ્રોફેશનલ બંને) કક્ષાએ કોઇપણ વર્ષમાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. અરજદારોએ તેઓની છેલ્લી શૈક્ષણીક યોગ્‍યતા પરીક્ષામાં ઓછામાં ઓછા પપ ટકા મેળવેલ હોવા જોઇએ અને તેઓની પારિવારિક વાર્ષિક આવક અઢી લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઇએ. જે ઉમેદવારો છેલ્લા ત્રણ વર્ષથી વ્‍યકિતગત કે પારિવારિક રીતે  આર્થિક સંકટ ભોગવે છે અને પોતાના શિક્ષણ ખર્ચને પહોંચી નથી શકતા તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/hec12

* ઓકનોર્થ એસટીઇએમ સ્‍કોલરશીપ પ્રોગ્રામ ર૦રર અંતર્ગત સરકારી કોલેજો/યુનિવર્સિટીઓમાં એસટી ઇએમ (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્‍જીનીયરીંગ, ગણિત) વિષયોમાં ગ્રેજયુએશન કરતી આર્થિક સહયોગ ઇચ્‍છતી તેજસ્‍વી વિદ્યાર્થીનીઓને સ્‍કોલરશીપ આપવામાં આવે છે. પસંદ થનાર વિદ્યાર્થીનીઓને ૩૦ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ-૩-ર૦ર૩ છે.

- અરજી કરવા માટેની પાત્રતા

હરીયાણાની જે વિદ્યાર્થીનીઓ ધોરણ ૧ર પાસ થઇ ગઇ છે અને હાલમાં સરકારી કોલેજો/યુનિવર્સિટીઓમાં એસટીઇએમ સંબંધિત વિષયો સાથે ગ્રેજયુએશનના કોઇપણ વર્ષમાં અભ્‍યાસ કરતી હોય તેઓ અરજીપાત્ર છે. ઉમેદવારની કુલ પારિવારિક વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. વિદ્યાર્થીનીએ ધોરણ ૧ર અથવા તેની સમકક્ષ પરીક્ષામાં કુલ ૬૦ ટકા અથવા તેથી વધુ ટકા મેળવેલ હોવા જોઇએ. એસટીઇએમ કોર્ષના બીજા, ત્રીજા, અથવા ચોથા વર્ષમાં ભણતી  વિદ્યાર્થીનીઓને છેલ્લા સેમેસ્‍ટર વર્ષમાં ઓછામાં ઓછા ૬૦ ટકા હોવા જરૂરી છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/onss1

ચાણકય સ્‍કોલરશીપ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ધોરણ ૧રની પરીક્ષા પાસ કરી હોય અથવા તો ધોરણ ૧રની પરીક્ષા આપી રહ્યા હોય અને જેઓ ચાણકય યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએશન કરવા ઇચ્‍છતા હોય તેઓ તારીખ ૧પ/૪/ર૦ર૩ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર ઉમેદવારોને દરેક વર્ષે અઢી લાખ રૂપિયા સુધી સ્‍કોલરશીપ મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની પાત્રતા

*  ચાણકય યુનિવર્સિટીમાં ગ્રેજયુએશન કરવા માંગતા જે વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ અને ૧ર માં ૮પ ટકાથી વધુ ટકા મેળવ્‍યા હોય અને જેઓની કુલ પારિવારિક વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ અરજીપાત્ર છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4S.in akila/Cuams1

જ્જ કીપ ઇન્‍ડિયા સ્‍માઇલીંગ ફાઉન્‍ડેશનલ સ્‍કોલરશીપ એન્‍ડ મેન્‍ટરશીપ પ્રોગ્રામ ફોર સ્‍પોર્ટસપર્સન એન્‍ડ ઇન્‍ડીવિઝયુઅલ્‍સ અંતર્ગત કોલગેટ પામોલીવ (ઇન્‍ડિયા) લિમિટેડ દ્વારા યુવા વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણીક કારકિર્દીને આગળ વધારવા માટે તક આપવામાં આવે છે.આ સ્‍કોરલરશીપનો ઉદ્દેશ્‍ય યોગ્‍ય અને તેજસ્‍વી ઉમેદવારોને મૂળભૂત-આર્થિક સહયોગ પૂરો પાડવાનો છે કે જેઓ પાસે જરૂરી સંસાધનોનો અભાવ હોય છે. પસંદ થનાર ઉમેદવારોને ત્રણ વર્ષ સુધી દરેક વર્ષે ૭પ હજાર રૂપિયા મળવાપાત્ર થશે આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૩/ર૦ર૩ છે.

-અરજી કરવા માટેની પાત્રતા

બીજાની મદદ કરવા વાળા ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ-વ્‍યકિતઓ કે જેઓ જરૂરીયાતમંદ બાળકોને ભણાવામાં તથા સ્‍પોર્ટસ ક્ષેત્રે મદદ કરી રહયા હોય અને જેઓએ છેલ્લા બે-ત્રણ વર્ષોમાં રાજય/રાષ્‍ટ્ર/આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ રાજય/દેશનું પ્રતિનિધિત્‍વ કર્યું હોય તેઓ અરજીપાત્ર છે. આ ખેલાડીઓને રાષ્‍ટ્રીય રેન્‍કીંગમાં પ૦૦ ની અંદર અથવા રાજયકક્ષાએ ૧૦૦ ની અંદર રેન્‍કીંગ મળ્‍યું હોવું જોઇએ અને તેઓની ઉંમર ૯ થી ર૦ વર્ષ વચ્‍ચે હોવી જોઇએ. પારિવારિક વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ.

-અરજી કરવા માટેની લીંક

www.b4S.in/akila/Kss12

ઉચ્‍ચ શિક્ષણ સાથે ઉજજવળ કારકિર્દિ બનાવવા માટે હાલમાં ઘણીબધી સમાજોપયોગી સ્‍કોલરશીપ ઉપલબ્‍ધ છે. ત્‍યારે યોગ્‍ય લાયકાત, સ્‍વપ્રયત્‍ન, આત્‍મ-વિશ્વાસ, હકારાત્‍મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્‍ધા રાખીને જલ્‍દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે.

સૌને બેસ્‍ટ ઓફ લક.

 

(12:09 pm IST)