Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ગ્‍લાસ માથે પછાડતાં ગુસ્‍સો આવ્‍યોઃ પત્‍નિને ઇંટ ફટકારી હસમુખ ફિનાઇલ પી ગયો

કોઠારીયા ચોકડી નજીક ઝમઝમ ચોકમાં બનાવઃ પતિ-પત્‍નિએ સારવાર લીધી

રાજકોટ તા. ૯: કોઠારીયા ચોકડીથી આગળ ગણેશ મારબલ પાસે શેરી નં. ૫માં ઝમઝમ ચોકમાં રહેતાં હસમુખ બાબુભાઇ દેવરા (ઉ.વ.૩૫) નામના યુવાને વહેલી સવારે ચારેક વાગ્‍યે પત્‍નિ મનિષાબેન (ઉ.વ.૩૦)ને માથામાં ઇંટ ફટકારી દઇ મારકુટ કરી લઇ બાદમાં ગભરાઇને ફિનાઇલ પી લેતાં પતિ-પત્‍નિ બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જુણાચે બનાવની જાણ આજીડેમ પોલીસને કરી હતી. જો કે ટુંકી સારવાર બાદ મનિષાબેન રજા લઇ જતી રહી હતી. હસમુખે હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું હીરા ઘસવાનું કામ કરુ છું. સંતાનમાં એક પુત્ર છે. પત્‍નિ વારેઘડીએ મારી સાથે નાની નાની વાતે ઝઘડા કરે છે. આજે સવારે હું સુતો હતો ત્‍યારે નજીકમાં પાણીયારું હોઇ ત્‍યાંથી મારા ઉપર ગ્‍લાસ પછાડતાં મેં તેને ધ્‍યાન રાખવાનું કહેતાં ઝઘડો થયો હતો અને મને ગુસ્‍સો ચડતાં મેં તેને ઇંટ ફટકારી દીધી હતી અને બાદમાં હું પણ ફિનાઇલ પી ગયો હતો.

(12:04 pm IST)