Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

વિદેશી દારૂના ચાર દરોડામાં ૧પ બોટલ સાથે પાંચ શખ્‍સો પકડાયા

ક્રાઇમ બ્રાંચે ચાર અને માલવીયાનગર પોલીસે એકને દબોચ્‍યો

રાજકોટ તા. ૯ :.. શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ક્રાઇમ બ્રાંચ, અને માલવીયાનગર પોલીસે દરોડા પાડી વિદેશી દારૂની ૧પ બોટલ સાથે પાંચ શખ્‍સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેરના કેવડાવાડી શેરી નં. ૪ માં ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. નિલેશભાઇ ડામોર તથા કોન્‍સ. મહેશભાઇ ચાવડા સહિતે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૬૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૬ બોટલ સાથે શૈલેષ દેવચંદ્રભાઇ ધોળકીયા, અને ધર્મેશ લલીતભાઇ જીંજુવાડીયાને પકડી લીધા હતા જયારે બીજા દરોડામાં હેડ કોન્‍સ. કિરતસિંહ ઝાલા તથા કોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા સહિતે ગોંડલ રોડ મકકમ ચોક પાસેથી એકસેસમાંથી દારૂની એક બોટલ સાથે ગજેન્‍દ્રસિંહ બહાદુરસિંહ જાદવ (ઉ.વ.ર૩) ને પકડી લીધો હતો. જયારે રસીક ટાંકની શોધખોળ હાથ ધરી છે.

જયારે ત્રીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના એ. એસ. આઇ. ચેતનભાઇ ચાવડા અને હેડ કોન્‍સ. વિજુભા જાડેજા સહિતે બાતમીના આધારે કાલાવડ રોડ પ્રેમ મંદિર પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર પાછળ રવી પાર્ક શેરી નં. રમાં પ૦ વારીયા કવાર્ટરમાં દરોડો પાડી મકાનમાંથી વિદેશી દારૂની ૬ બોટલ સાથે ગોવિંદ ઉર્ફે તુફાન નરશીભાઇ બાબરીયાને પકડી લીધો હતો. જયારે શ્‍યામ નામના શખ્‍સની શોધખોળ હાથ ધરી છે.

જયારે ચોથા દરોડામાં માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. એમ. એન. ભેટારીયા તથા કોન્‍સ. હીરેનભાઇ સોલંકી સહિતે ગોંડલ રોડ પુજારા મોબાઇલ ફોન વાળી શેરીમાં દરોડો પાડી વિદેશી દારૂની ર બોટલ સાથે અમીત રામભાઇ પાંડે (રહે. વિશ્વનગર આવાસ યોજના કવાર્ટર) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(10:47 am IST)