Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા બાળકો માટે કિડની અંગે સેમિનાર

રાજકોટઃ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન તેમજ આત્‍મીય યુનિવર્સિટીના વિશેષ સહયોગથી  વિશ્વ કિડની દિવસ નિમિતને અનુલક્ષી ને ટાઈપ ૧ : ડાયાબિટીસ ધરાવતા બાળકો તેમજ તેમના વાલીઓ માટે એક ખાસ જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.  આ સેમિનારનો મુખ્‍ય ઉદેશ  ટાઈપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકો ને કિડનીના થતા રોગો થી કેમ રક્ષણ આપવું  તે અંગે ડોકટર્સ દ્વારા માર્ગદર્શન અપાયું હતું

કાર્યક્રમની શરૂઆતમાં જે.ડી.એફ .ના મેનેજીંગ ટ્રસ્‍ટી અપૂલ દોશીએ સંસ્‍થાની માહિતી આપી હતી અને સ્‍વાગત કર્યું હતું.  આ પ્રસંગે  આત્‍મીય યુનિવર્સિટી કુલપતિ જયેશભાઇ દેશકરે, રાજકોટ મનપા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, બી.ટી.સવાણી ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જયંતીભાઈ ફળદુ, જૈન સોશ્‍યિલ ગ્રુપના નિલેશભાઈ શાહ, ફ્રીડમ યુવા ગ્રુપ ભાગ્‍યેશભાઈ વોરા, તેમજ કેમિસ્‍ટ  એસો. અનિમેષભાઈ દેસાઈએ પ્રાસંગીક પ્રવચન કરેલ.

કાર્યક્રમના અંતે સંસ્‍થા સાથે નિસ્‍વાર્થ ભાવે સંકળાયેલા એન્‍ડોક્રાઇનોલોજિસ્‍ટ ડો. નિલેશ દેત્રોજએ ટાઈપ-૧ ડાયાબિટીસના બાળકો તેમજ તેમના માતા-પિતાને ડાયાબિટીસ અંગે અતિ મહત્‍વનું માર્ગદર્શન પૂરૂં પાડી આ ડાયાબિટીસને આગળ વધતું કઈ રીતે રોકી શકાય તે અંગે વિસ્‍તૃત  માહિતી આપી હતી.  બી.ટી. સવાણી ટ્રસ્‍ટ ના ટ્રસ્‍ટી શાંતિભાઈ ફળદુ, નાનુભાઈ મકવાણા, આત્‍મીય યુનિવર્સિટીના સંચાલક જીગ્નેશભાઈ રાઠોડ, ફ્રીડમ યુવા ગ્રુપ કિરેનભાઈ છાપીયા, જેએસજી મિડટાઉનના પ્રમુખ મનીષભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ જેએસજી હરેશભાઇ વોરા, પૂર્વ પ્રમુખ અને જૈન સોશ્‍યલ ગ્રુપના અગ્રણી નિલેશભાઈ શાહ, કેમિસ્‍ટ  એસો. હિતેષભાઇ ત્રાડા, બાબુભાઇ ભુવા, તેમજ જાણીતા નેક્રોલોજિસ્‍ટ દિવ્‍યેશ વિરોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા જે.ડી.એફ.ના અપૂલ દોશી, અનીશ શાહ, રોહિત કાનાબાર, હરિકૃષ્‍ણ પંડ્‍યા, અમિત દોશી, અજય લાખાણી  જે.ડી.એફ. ટિમ ના તમામ સભ્‍યો એ જહેમત ઉઠાવી હતી.

(2:58 pm IST)