Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

સનશાઇન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયૂન્‍સમાં કોર્પોરેટ-ડેનું આયોજન

રાજકોટઃ સનશાઇન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયૂસન્‍સ મેનેજમેન્‍ટના ક્ષૈત્રમાં અભ્‍યાસ કરાવતી સંસ્‍થા એક છે. સનશાઇન કોલેજના વિદ્યાર્થીઓ GTU નાં તમામ પરિણામોમાં તો અવ્‍વલ સ્‍થાને હોય જ છે, તેની સાથો-સાથ તેમની કારકીર્દીનાં ઉજજવળ ઘડતર માટે પણ સનશાઇન કોલેજ હરહંમેશ પ્રયત્‍નશીલ હોય છે. સનશાઇન ગ્રુપમાં બી.વોકના વિદ્યાર્થીઓ માટે કોર્પોરેટ-ડેનું આયોજન કરવામાં આવ્‍યું કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્રની, ગુજરાતની અને ભારતની ર૦ થી વધારે નામાંકિત કંપનીઓમાંથી ૩૦ થી વધારે કોર્પોરેટ રિપ્રેઝન્‍ટેટીવઝ એ ભાગ લીધો તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર, કોર્પોરેટ ફિલ્‍ડમાં ટાઇમનું મહત્‍વ, સ્‍કીલસનું મહત્‍વ, ઇન્‍ટરવ્‍યુ કઇ રીતે આપવા, કોર્પોરેટક્ષેત્ર વિદ્યાર્થીઓ પાસેથી શું અપેક્ષા રાખે છે? આવા તમામ વિષયો પર માહિતી આપી માહિતગાર અને પ્રોત્‍સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન એમ.બી.એ. ડિપાર્ટમેન્‍ટના ડો. પ્રતિક પાઉં અને પ્રો. ચાંદની વોરાએ કર્યું કાર્યક્રમની સફળતા બદલ સંસ્‍થાના ચેરમેન મિનેષ માથુરે ટીમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

(3:41 pm IST)