Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાજકોટમાં મહિલા દિવસે જન્મેલી 18 દીકરીઓને પૂર્વ કોર્પોરેટેર વિજય વાંકે સોનાની ચૂંક અને 101 રૂપિયા આપીને કર્યું સ્વાગત

પૂર્વ કોર્પોરેટર અને આહિર સમાજના અગ્રણી વિજય વાંક દ્વારા વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ

આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને આહિર સમાજના અગ્રણી વિજય વાંક દ્વારા આ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મહિલા દિવસ નિમિતે સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં જેટલી દિકરીઓએ જન્મ લીધો હતો તેને સોનાની ચૂંક અને 101 રૂપિયા ભેટ આપવામાં આવ્યા હતા. આજના દિવસે ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં 18 દિકરીઓનો જન્મ થયો હતો. આ દીકરીઓને વિજય વાંક દ્વારા આ ભેટ આપવામાં આવી હતી.વિજય વાંક છેલ્લા સાત વર્ષથી આ પ્રકારે મહિલા દિને ભેટ આપવામાં આવે છે.

વિજય વાંકે જણાવ્યું હતું કે સાત વર્ષ પહેલા મને આ વિચાર આવ્યો હતો. કેટલાક ઘરોમાં દીકરીનો જન્મ થાય તો થોડો અણગમો જોવા મળતો હોય છે, પરંતુ દીકરીએ લક્ષ્મીનો અવતાર છે આ વિચાર સાથે મેં આ પ્રકારની ભેટ આપવાનું નક્કી કર્યું હતું. આથી 8મી માર્ચના રોજ દીકરીનો જન્મ થાય તે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ગુલાબનું ફૂલ, સોનાાની ચૂંક અને 101 રૂપિયા આપું છું મારા માટે આ ભેટ ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન છે. વિશ્વ મહિલા દિવસના 8 માર્ચે રાત્રીના બાર વાગ્યાથી તારીખ બદલાય ત્યાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં જેટલી પણ દીકરીઓના જન્મ થાય તેને આ ભેટ આપવામાં આવે છે.

   
(12:47 am IST)