Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાજકોટમાં પરિવાર ઉપર છૂરી હુલાવી: ત્રણ મહિનાની માસુમ પુત્રી પછી ચાર વર્ષના પુત્રનું પણ મોત: પત્નીની સ્થિતિ સ્ટેબલ

રાક્ષસ બનેલા નેપાળી ચોકીદાર પ્રેમબહાદુર શાહુ એ છરીના ઘા ઝીંકી પરિવાર ઉપર કરેલા હુમલામાં ૩ માસની માસુમ દીકરી લક્ષ્મી બાદ ૪ વર્ષના પુત્ર નિયતનું પણ મોત

રાજકોટમાં રાક્ષસ બનેલા નેપાળી ચોકીદાર  પ્રેમબહાદુર શાહુ એ છરીના ઘા ઝીંકી પરિવાર ઉપર કરેલા હુમલામાં ૩ માસની માસુમ દીકરી લક્ષ્મી બાદ ૪ વર્ષના પુત્ર નિયતનું પણ મોત: ઘટના ડબલ મર્ડરમાં પરિણમી: પત્ની બસંતીની સ્થિતિ સ્ટેબલ છે. આજે સવારે રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ જલારામ ચીકી નજીક અજંતા એપાર્ટમેન્ટમાં નરાધમ બાપે ખૂનની હોળી ખેલી.

(9:49 pm IST)