Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

આજે ૨૬૬૪ નાગરિકોનું રસીકરણઃ હવેથી જાહેર રજા ત્‍થા દર રવિવારે અને બુધવારે વેક્‍સિનેશન બંધ

ગુરુવારે શિવરાત્રીની રજા હોઇ રસીકરણનુ કામ બંધ રહેશેઃ રસીનો પુરતો સ્‍ટોક છે

રાજકોટ,તા.૯:   હાલ સમગ્ર દેશ કોરોના વાઇરસ મહામારી સામે જંગ લડી રહ્યો છે ત્‍યારે સૌના સાથ સહકારથી કોરોના સામે જંગ જીતી પણ શકાશે. દેશમાં ૧૬ જાન્‍યુઆરીથીકોરોના વાઇરસની વેક્‍સીન તબકકા વાઇઝ મુકવામાં આવી રહી છે.જે અન્‍વેય શહેરમાં ૨૪ સરકારી હોસ્‍પિટલ અને ૧૬ ખાનગી હોસ્‍પિટલ સહિત કુલ ૪૦ સ્‍થળોએ વેક્‍સિન આપવામાં આવી રહી છે.  હવેથી દર રવિવારે અને બુધવારે તથા જાહેર રજાએ વેક્‍સિનેશન બંધ રહેશે તેમજ ગુરુવારે શિવરાત્રીની રજા હોઇ રસીકરણનું કામ બંધ રહેશે તેમ મ.ન.પા.નાં સતાવાર સુત્રોએ જણાવ્‍યુ હતુ.

આ અંગે મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૦૧:૦૦ વાગ્‍યા સુધીમાં પ્રથમ તબક્કામાં ૧૪૮, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં ૨૭૯, ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૧૯૦૧ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૨૩૬ લોકો સહિત કુલ ૨૫૬૪ નાગરિકોએ રસી લીધી  હતી.

શહેરમાં રસીનો સ્‍ટોક પુરતો હોવાનું આરોગ્‍ય વિભાગનાં જવાબદાર અધિકારીએ જણાવ્‍યુ હતુ.

કોરોના રસી લેવા માટે ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧.૦૧.૨૦૨૨ સ્‍થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્‍ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્‍થિતિએ અને બીમારી અંગેનું રજીસ્‍ટર્ડ મેડીકલ પ્રેક્‍ટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્‍પિટલોમાં રસી આપવામાં આવે છે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્‍યે આપવામાં આવે છે, જયારે ખાનગી હોસ્‍પિટલોમાં રૂ. ૧૦૦/- વહીવટી ખર્ચ અને રૂ. ૧૫૦/- રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, રસીકરણ માટે હવે લોક જાગૃતિ આવી છે. તંત્રતની વ્‍યવસ્‍થા પણ સુંદર છે. પરંતુ રજીસ્‍ટ્રેશનમાં મોટા ડખ્‍ખા તથા કેટલાક આરોગ્‍ય કેન્‍દ્રમાં રસી લીધા બાદ ઓર્બ્‍ઝવેશનમાં ન  રાખતા હોવાની ફરીયાદો ઉઠી રહી છે. સર્વર ડાઉન હોવાને કારણે બે-ત્રણ કલાક સુધી રજીસ્‍ટ્રેશન થતુ નથી. આ માટે તંત્ર યોગ્‍ય વ્‍યવસ્‍થા કરે તે જરૂરી છે.

 

(3:47 pm IST)