Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

૧પ૦ ફુટ રીંગ રોડ રામાપીર ચોકડી પાસેથી હદપારી મનીષ પાંઉને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

રાજકોટઃ  શહેર પોલીસ  કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પો.કમિશ્નર એહમદ ખુરશીદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર  મનોહરસિંહ જાડેજા તથા  મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચિમ વિભાગ પી.કે. દિયોરાનાઓએ હોળી-ધૂળેટીના તહેવાર અનુસંધાને હદપારી ઇસમોને ચેક કરી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને  પો.ઇન્સ. કે.એ.વાળા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ. ઇન્સ. જે.એમ.ભટ્ટ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હાજર હતા.

દરમ્યાન પો.કોન્સ. કનુભાઇ બસીયા  તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા નાઓની હકીકતના આધારે નીચે જણાવેલ હદપારી આરોપી મનીષભાઇ ગીરીશભાઇ પાંઉ (ઉ.વ.રર)  (રહે. ગાંધીગ્રામ લાખના બંગલાની પાછળ કષ્ટભંજન મેઇન રોડ, રાજકોટ)નાને ૧પ૦ ફુટ રીંગરોડ રામાપીર ચોકડી પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં ગાંધીગ્રામ પો.સ્ટે.ના પો.ઇન્સ. કે.એ.વાળા તથા પો.હે.કો. ખોડુભા જાડેજા તથા પો.કો. વનરાજભાઇ લાવડીયા તથા કનુભાઇ બસીયા તથા દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, દિગ્વિજયસિંહ ગોહીલ, હાર્દિકસિંહ પરમાર તથા બ્રીજરાજસિંહ ઝાલા જોડાયા હતા.

(11:09 pm IST)