Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

વિડીયો-ફોટા વાયરલ કરાયાની ધમકી આપી દુષ્કર્મ આચરવા અંગે આરોપીના જામીન નામંજુર

''ચાર્જશીટ'' બાદ પણ આરોપીને જામીનપર છોડી શકાય તેમ નથી : કોર્ટ

રાજકોટ, તા.૯ : વિડીયો તથા ફોટા વાયરલ કરી દેવાની ધમકીના ઓઠા હેઠળ વારંવાર દુષ્કર્મ આચરનાર હાર્દીક સોસાની ચાર્જશીટ બાદની પણ રેગ્યુલર જામીન અરજી સેશન્સ અદાલતે રદ કરી હતી.

આ કેસની હકીકત જોઇએ તો કોડીનારાના માલગાવાના રહીશ અને રાજકોટના ગ્રીનલીફમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આરોપી હાર્દિક ટાભાભાઇ સોસાએ ફરીયાદીને બ્લેકમેઇલ કરી મરજી વિરૂધ્ધ  શરીર સબંધો બાંધી નગ્ન ફોટાઓ તથા વિડીયો વાયરલ કરી દેવાની તથા જાનથી મારી નાખવની ધમકી આપી ગોવા તથા બેંગ્લોર મુકામે લઇ જઇ અવાર-નવાર ફરીયાદીની મરજી વિરૂધ્ધ બળજબરી થી શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબંધે પરાપીપળીયાના રહીશ ભોગ બનનાર દ્વારા યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપવામાં આવેલ.

ઉપરોકત ગુન્હા સામે હાર્દીક સોસાની ધરપકડ થતા જેલ હવાલે રહેલ હાર્દિક સોસાએ જામીન મુકત થવા અરજી રદ થયા બાદ ફરી ચાર્જશીટ બાદ જામીન અરજી કરેલ

કોર્ટે બંને પક્ષની દલીલો તેમજ પોલીસ પેપર્સ અને આઇ.ઓ.નું એફીડેવીટ તથા મુળ ફરીયાદીના લેખીત વાંધાઓ વંચાણે લેતા, અગાઉ જામીન અરજી રદ થયા બાદ કોઇ સંજોગો બદલાયેલ નથી ત્યારે અંતરગત સત્તાનો ઉપયોગ અરજદારની તરફેણમાં કરવાનું મુનાસીફ ન માની આરોપીની ચાર્જશીટ બાદની પણ રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવામાં આવેલ હતો.

ઉપરોકત કામમા ભોગ બનના મુળ ફરીયાદી વતી રાજકોટના નામાંકીત એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી તથા ચેતન ચોવટીયા તથા સરકાર તરફે સમીર ખીરા રોકાયેલ હતા.

(3:24 pm IST)