Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

વી.વી.પી.ના આંગણે જીટીયુ ટેકફેસ્ટ શાનદાર પ્રારંભ :

રાજકોટઃ વી.વી.પી. ઇજનેરી કોલેજમાં જીટીયુ ટેકફેસ્ટ-ર૦૧૯ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ટેકફેસ્ટ-ર૦૧૯ની વિશેષતા એ છે કે, તકનીકી સ્પર્ધાઓ સાથે નેશન ફર્સ્ટની થીમ આધારીત સમગ્ર કોલેજ શણગાર લઇ રહી છે. વી.વી.પી.માં ટેન્ક-ભિષ્મ ટી-૧૯, એમઆઇજી ર૧ (મીગ-ર૧) ફાઇટર જેટ, કારગીલ વોર મેમોરીયલ અને અમર જવાન વગેરે આધારીત આકર્ષણો આકાર લઇ રહ્યા છે. કાર્યક્રમમાં ઉદાઘાટનમાં જીટીયુના કુલપતિ ડો. નવીનભાઇ શેઠ, ડો. આર.જી. ધમસાણીયા-ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજના ડીન, ડો. પી.પી. કોટક-ડિપ્લોમાં એન્જીનીયરીંગ કોલેજના ડીન, સંસ્થાના ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર, સરકારી તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના પ્રિન્સીપાલશ્રીઓ, ડીરેકટરશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. ટેકફેસ્ટ-ર૦૧૯ના કો-ઓર્ડીનેટર પ્રો. પૂજા ચાવડાએ આ ટેકફેસ્ટ-ર૦૧૯ વિશે અને તેમાં યોજાયેલ વિવિધ ઇવેન્ટ અને તેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ વિશે જણાવેલ. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવેલ કે, આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓ માટે આવશ્યક છે. વિદ્યાર્થીઓમાં રહેલ સંશોધનાત્મક અને રચાનાત્મક કૌશલ્યના વિકાસ માટે આ સ્પર્ધાઓ તક પૂરી પાડે છે. તેમણે જીટીયુના કુલપતિ ડો. નવીનભાઇ શેઠને ખાતરી આપતા જણાવેલ કે, આ પ્રકારની રચનાત્મક અને સંશોધનાત્મક  પ્રવૃતિઓ માટે વી. વી. પી. તરફથી હંમેશા સહકાર સાંપડશે અને આ પ્રવૃતિઓ માટે જીટીયુ જેટલો ખર્ચ કરશે તેટલો જ ખર્ચ વી. વી. પી. કરશે કારણ કે 'મુઠી ઉંચેરા માનવીના નિર્માણ માટે 'મુઠી ઉચેરું આયોજન કરવું પડે છે.' આ પ્રસંગે જીટીયુના કુલપતિશ્રી ડો. નવીનભાઇ શેઠે જણાવેલ કે, વિશ્વની ટોપ ૧૦૦ યુનિવર્સિટીમાં ભારતની એકપણ યુનિવર્સિટી નથી અને આ બધાના મુળમાં આપણામાં રહેલ આત્મ વિશ્વાસનો અભાવ છે. પણ તેમણે આશા વ્યકત કરતાં જણાવેલ કે, હવે પરિસ્થિતી તદન બદલાઇ ગયેલ છે. ૬પ ટકા યુવાનો ધરાવતો વિશ્વનો એકમાત્ર ભારત દેશ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આગેવાની હેઠળ બદલાઇ ગયો છે. તેમણે જણાવેલ કે, સરકારશ્રી અનેક યોજનાઓ (સ્માર્ટ ઇન્ડીયા હેકેથોન)ના કારણે વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસ જાગ્યો છે કે, 'વી કેન ડુ, વી. કેન ચેન્જ ઇન્ડીયા', તેમણે વધુમાં  જણાવેલ કે આવા પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓની પર્સનાલીટીનો વિકાસ થાય છે. જેના કારણે લીડરશીપ, ટીમ બીલ્ડીંગ, કોમ્યુનીકેશન જેવા ગુણો ખીલી ઉઠે છે. (૮.ર૧)

 

(3:51 pm IST)