Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

અકસ્માત મૃત્યુના બે કેસોમાં લોક અદાલત દ્વારા ૭૦ લાખ અને ૪૮ લાખનું વળતર મંજુરઃ મરનારના વારસદારોને :ડીસ્ટ્રીકટ જજ દ્વારા લોક અદાલતમાં ચેક અપાયા

રાજકોટ : લોક અદાલતમાં મોટર વાહન અકસ્માતના બે વળતર કેસમાં અનુક્રમે રૂ.૬૮ લાખ તથા રૂ.૪૮ લાખનું વળતર ચુકવ્યું આજે ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળના  સીધા માર્ગદર્શન  હેઠળ જીલ્લા કાનુની  સેવા સત્ત્તામંડળ, રાજકોટ દ્વારા તા. ૦૯-૦૩-૨૦૧૯ ના રોજ જીલ્લાની દરેક કોર્ટમાં નેશનલ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટના એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પી.કે. સતીષકુમારની કોર્ટમાં ચાલતા મોટર વાહન અકસ્માત વળતરના કેસો પૈકી એેમ.એ.સી.પી. નં.૧૨૨૯/૨૦૧૮ તથા ૧૩૮૧/૨૦૧૬  ના  અરજદારોને વીમા કંપની અનુક્રમ ે ટાટા એ.આઇ.જી. જનરલ ઇન્સ્યુરન્સ કાુ.લી. તથા શ્રી રામ જનરલ ઇન્સ્યુરન્સ કાું.લી. દ્વારા અનુક્રમે રૂા ૬૮,૦૦,૦૦૦/- (અડસઠ લાખ) તથા રૂ ૪૮,૦૦,૦૦૦/- (અડતાલીસ લાખ) ની રકમમાં સમાધાન કરેલ હતું. અને આજરોજ  જ ે વિમા કંપની દ્વારા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અન ે ચેરમેન કુ. ગીતા ગોપીના હસ્તે અરજદારોને  ચેક વિતરણ કરવામાં આવેલ હતું.

સદરહુ કેસોમાં અરજદારના વકીલ શ્રી એ.જી.મોદન, એફ.એ. મોદન તથા વિમા કંપનીના વકીલશ્રી સુનિલએચ. મોઢા તથા વકીલશ્રી  જયપ્રકાશ જે. ત્રિવેદી તથા વિમા કંપનીના સીનીયર મેનેજરશ્રી (લીગલ) ઘનશ્યામભાઇ ભારદ્વાજ અનેરાખી શેખાવત તથા પારસ શાહ ના ભગીરથ પ્રયત્ન દ્વારા સુખદ સમાધાન પક્ષકારો વચ્ચે થયેલ.

સદરહુ  બંને કેસોમાં લોકઅદાલતમાં સમાધાન થતાં ગુજરનારના વારસદારોને વળતરની રકમ તાત્કાલીક મળવાથી તેઓને આર્થિક રીતે ઘણી રાહત થશે, તેમજ તેઓના જીવન નિર્વાહ માટે અને અન્ય તાત્કાલીક ખર્ચાઓને પહોંચી વળવા માટે આ રકમ ખુબ મદદમાં આવશે. આમ લોકઅદાલતમાં મોટર વાહન અકસ્માતના કેસમાં બંનેપક્ષકારોએ સમાધાન કરીને  બંને ઘરે દીવા પ્રગટાવ્યા છે, અને તે રીતે પણ લોક અદાલતને જવલંત સફળતા મળેલ છે.જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન એચ.વી. જોટાણીયાએ વિમા કંપનીના ઓફીસર્સ તથા વકીલશ્રીઓના સફળ પ્રયાસને બિરદાવેલ છે.

(3:36 pm IST)