Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

પોપટપરા વિસ્તાર ૧.૨૦ કરોડના ખર્ચે ડામરથી મઢાશે

લોકસભા ચૂંટણીની આચારસંહિતા પહેલા કામનો પ્રારંભઃ કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાના પ્રયત્નો સફળ

રાજકોટ તા.૯:શહેરના વોર્ડ નં. ૩ના પોપટપરા વિસ્તારમાં આવેલ મુરલીધર સોસાયટીની આંતરીક શેરીઓના રૂ. ૧ કરોડ ૨૦ લાખના ડામર રોડના કામો મંજુર કરવામાં આવ્યા છે

આ કામ ટુંક સમયમં આચારસંહિતા લાગુ થયા પહેલાં ઉદ્દઘાટન કરાશે. તેમ કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યંુ હતું.

આ અંગે કોર્પોરેટરની યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.૩ના વિકાસને સતત આગળ વધારતા આ વિસ્તારના જાગૃત કોર્પોરેટરો શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઇ આસવાણી અને ગીતાબેન પુરબીયા હરહંમેશ વિસ્તારમાં સતત લોકો વચ્ચે રહી વિસ્તારના મુખ્ય રોડ-રસ્તાના કામો બાકી રહી ન જાય અને ક્રમશઃ ખાસ કરીને વિસ્તારના પછાત વિસ્તારમાં ડી.આઇ.પાણીની પાઇપ લાઇન સુવિધા, ગેસ કનેકશન માટેની લાઇનોના કામો કરાવ્યા બાદ પોપટપરા વિસ્તારની ૧ થી ૧૬ શેરીઓ તેમજ મુરલીધર સોસાયટી તેમજ શીવમપાર્કની શેરીમાં ખુબ જ રોડ-રસ્તાની હાલત બિસ્માર થઇ ગયેલ હોય ઘણાં સમયથી વિસ્તારના સ્થાનિક લતાવાસીઓ દ્વારા આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલાને રજુઆત કરવામાં આવી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રીમતી ગાયત્રીબા વાઘેલા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને લેખિત રજુઆત કરી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં વિકાસના કામો મંજુર કરવા જણાવતાં કમિશ્નરશ્રી દ્વારા રૂ. ૧ કરોડ ૨૦ લાખના ખર્ચે આ પછાત વિસ્તારની અંતરીયાળ શેરીના કામો મંજુર કરવામાં આવ્યાં છે. જેનંુ રવિવારે સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં ખાતમૂહુર્ત કરવામાં આવનાર છે. આ કામ મંજુર થવાથી પોપટપરા મુરલીધર સોસાયટી, શિવમ પાર્કના લતાવાસીઓ દ્વારા ખુશીની લાગણી વ્યકત કરી કોર્પોરેટરશ્રીનો આભાર માનવામાં આવેલ છે.(૧.૨૧)

 

(3:35 pm IST)