Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

સ્ટોક એક્ષચેંજ-સીકયુરીટી દ્વારા શહીદોના ફંડમાં દોઢ લાખનું દાન આપવામાં આવ્યું

કલેકટરશ્રીને ચેક અર્પણ કરાયોઃ સ્ટોક એક્ષચેંજના સભ્યોના હાથમાં ટુંક સમયમાં ભાગે પડતી રકમ આવી જશેઃ બલદેવ

રાજકોટ, તા., ૯: સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેંજ (એકઝીટ) અને એસકેએસઇ સીકયુરીટી દ્વારા માનવતાનું અને ઉદારતાનું એક ઉદાહરણ પાડયું છે. આ બંન્ને સંસ્થાઓ દ્વારા શહીદોના ફંડમાં દોઢ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.

આ અંગે હસમુખ બલદેવે આજે બપોરે જણાવ્યું હતું કે તાજેતરમાં બાલુભાઇ પરસાણાના ચેરમેનપદ હેઠળ એક બેઠક મળી હતી અને તેમાં શહીદોના પરીવારજનોને સહાયભુત થવા નિર્ણય લેવાયો હતો અને એ માટે રૂ. દોઢ લાખ મંજુર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં બીપીનભાઇ મહેતા અને નંદકિશોર જાડેજા કલેકટરશ્રીને મળ્યા હતા અને ચેક અર્પણ કર્યો હતો.

બલદેવને સ્ટોક એક્ષચેંજ વિષે પુછાતા તેમણે કહયું હતું કે સંકેલો કરવાનું ૯૦ ટકા કામ પુરૂથઇ ગયું છે અને માત્ર ૧૦ ટકા કામ બાકી છે. બીએસઇ, એનએસઇમાં શેર ટ્રાન્સફર કરવા અંગે અરજી પણ થઇ ગઇ છે. ટુંક સમયમાં એ કામ પણ પતી જશે.તેમણે કહયું હતું કે અમને વિશ્વાસ છે કે એકાદ મહીનાની અંદર શેર હોલ્ડરોના હાથમાં ભાગે આવતી રકમ મળી જશે. એસકેએસઇ સીકયુરીટીના શેર ડીમેટ પણ થઇ ગયા છે.

(3:29 pm IST)