Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

પૂજારા પ્લોટના વાળંદ યુવાન જીજ્ઞેશની પત્નિ, સસરા, સાળા વિરૂધ્ધ રજૂઆત

તું મને બટકી ગયો છો...કહી ત્રાસ અપાતો હોવાના આક્ષેપોઃ પોલીસ કમિશનરને ફરિયાદ

રાજકોટ તા. ૯: પૂજારાપ્લોટ-૧માં શેઠ હાઇસ્કૂલ પાછળ રહેતાં અને આરટીઓ પાસે કે. કે. એન્ટરપ્રાઇઝ નામે વિમાનું કામ કરતાં જીજ્ઞેશ લીલાધરભાઇ ગોંડલીયા (ઉ.૩૯) નામના વાળંદ યુવાને પોલીસ કમિશનર સમક્ષ પોતાની પત્નિ નિલમ, સાળા રાકેશ નાગજીભાઇ ચુડાસમા, ભરત નાગજીભાઇ ચુડાસમા તથા સસરા નાગજીભાઇ હંસરાજભાઇ ચુડાસમા (રહે. સાઇધામ સોસાયટી, ગોકુલધામ પાછળ) વિરૂધ્ધ રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. પત્નિ નિલમ સતત ન બોલાવના શબ્દો બોલી હેરાન કરી ત્રાસ આપતી હોવાના આક્ષેપો કરાયા છે.

જીજ્ઞેશ ગોંડલીયાએ લેખિત ફરિયાદમાં  જણાવ્યું છે કે તેના લગ્ન ૨૦૧૫માં થયા છે અને સંતાનમાં એક પુત્રી નવ્યા છે. જો કે પત્નિએ ત્રણ મહિનાની પ્રેગનન્સી હતી ત્યારે જ ગર્ભપાત કરાવી નાંખવા જીદ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. પત્નિને લગ્ન બાદ પરિવારના સભ્યો ગમતા ન હોઇ નાની નાની વાતે ઝઘડા કરતી હતી. આ કારણે પૂજારાપ્લોટમાં જ અલગ ફલેટ લઇ ત્યાં પતિ-પત્નિ રહેવા ગયા હતાં. પરંતુ આ પછી ત્રાસ વધી ગયો હતો. જીજ્ઞેશે આક્ષેપ કર્યો છે કે પત્નિ તેને ઘરડો કહેતી અને તું બટકી ગયો છો, તું મારે લાયક નથી...તેવા શબ્દો પણ બોલતી હતી અને તેના ભાઇઓની બીક બતાવતી હતી. તેના પિતા-ભાઇને જાણ કરતાં તે પણ તેણીને સમજાવવાને બદલે ઉલ્ટાનો ઝઘડો કરતાં હતાં.  પત્નિનો એક ભાઇ ગંભીર ગુનામાં સંડોવાયાનો આક્ષેપ પણ કરાયો છે. ત્રાસમાંથી પોતાને મુકિત અપાવવા પોલીસ તાકીદે કાર્યવાહી કરે તેવી માંગણી આ વાળંદ યુવાને દોહરાવી છે. (૧૪.૮)

(3:17 pm IST)