Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા.રાજકોટને આંગણેઃ ભવ્ય સામૈયા બાદ મણીયાર જિનાલયે માંગલીક આપ્યું

૫૧માં વર્ષીતપના આરાધક ગુરૂદેવ દ્વારા વર્ષીતપની ભાવના ધરાવતા ભાઈઓ- બહેનોને પચ્ચકખાણ અપાયાઃ રાજકોટમાં વર્ષીતપની આરાધના શરૂ કરનાર આરાધકોએ મણીયાર જિનાલયે નામ નોંધાવી દેવા

રાજકોટઃ અચલચ્છાધિપતિ, તપસ્વીરત્ન, સળંગ ૫૧ વર્ષીતપનાં આરાધક પ.પૂ.આ.ભ. શ્રી ગૂણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા-૬ની આજરોજ રાજકોટ મુકામે પધરામણી થઈ છે. જામવણથલીવાળા જયસુખલાલ ખુશાલચંદ મહેતા (વૈભવ ગ્રુપ) પરિવારનાં નિવાસસ્થાને પધારેલા હતા. ત્યાંથી શ્રી સંઘ અને ધર્માનુરાગી ભાઈ- બહેનોની સાથે ભવ્ય સામૈયુ મણીયાર જિનાલયે આવેલ. મણીઆર જિનાલય ખાતે ગુરૂદેવ આદિ સાથે સહુએ પ્રભુ દર્શન અને ચૈત્યવંદનનો લાભ લીધેલ.

ત્યારબાદ મણીયાર જિનાલયનાં ઉપાશ્રયે ખાતે ગુરૂદેવ આદિ દ્વારા વ્યાખ્યાન ફરમાવેશ. જયોતીષાચાર્ય, પ.પૂ.આ.ભ. શ્રી વીરભદ્રસાગરસૂરીશ્વજી મ.સા.એ વ્યાખ્યાનમાં આજનાં દિવસે આદિનાથ પ્રભુએ દીક્ષા ગ્રહણ કરેલ તેની ધાર્મિક વાત રજુ કરી હતી.ગુરૂદેવ, પ.પૂ.મુનિરાજશ્રી રાજરત્નસાગરજી મ.સા., આદિ ઠાણા આજરોજ મણીયાર જિનાલયે સ્થીરતા કરશે.

તપસ્વીરત્ન ગુરૂદુેવ સામૈયામાં રાજુભાઈ મહેતા, વિજયભાઈ મહેતા, અલ્પેશભાઈ મહેતા, વૈભવ મહેતા, અતુલભાઈ મહેતા, જીગરભાઈ સંઘવી, દિલીપભાઈ પારેખ, પંકજભાઈ કોઠારી, જીતુભાઈ વસા, અરૂણભાઈ દોશી, સતીષભાઈ જૈન, ઉત્તમભાઈ જૈન, કિરીટભાઈ સંઘવી, વિનુભાઈ દોશી, પાવનભાઈ શાહ, કમલેશભાઈ શેઠ, શૈલેષભાઈ મહેતા, જીતુભાઈ મહેતા, પ્રવિણભાઈ ફોફરીયા, સુનિલભાઈ દામાણી, જૈન મહિલા મંડળ, અચલગચ્છ જૈન સંઘ- રાજકોટનાં સભ્યો ઉપરાંત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહયા હતા. વિશેષમાં તપસ્વીરત્ન ગુરૂદેવના દર્શને ક્ષત્રિય સમાજનાં આગેવાન પ્રદિપસિંહ ઝાલા અને જે.પી.જાડેજા ઉપસ્થિત રહેલ.

સળંગ ૫૧માં વર્ષીતપની આરાધના કરતાં ગુરૂદેવ, તપસ્વીરત્ન જિનશાસનમાં શિરમોર સમાન છે. આજરોજ ગુરૂદેવ દ્વારા ફાગણ વદ- ૮ને શુભદિને વર્ષીતપની ભાવના ધરાવતા ભાઈઓ- બહેનોને વર્ષીતપના પચ્ચકખાણ આપેલ હતા. ગુરૂદેવ પાલીતાણાથી ઉગ્ર વિહાર કરી કચ્છ તરફ જઈ રહ્યા છે. આજરોજ બપોરે ૪ કલાકે મણીયાર જિનાલયથી વિહાર કરી પંચવટી જશે. વહેલી સવારે ત્યાંથી મોરબી તરફ વિહાર કરશે.

આજરોજ શહેરમાં વર્ષીતપની આરાધના શરૂ કરનાર સર્વે ભાઈઓ- બહેનોનેએ નામ- સરનામા- ફોન નંબરની વિગત મણીઆર જિનાલયની ઓફિસ ખાતે નોંધાવવા અનુરોધ કરાયેલો છે.(૩૦.૮)

(4:08 pm IST)