Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

રવિવારે કારડીયા રાજપૂત સમાજ અને મારૂ રાજપૂત સમાજના ૧૧માં સમૂહલગ્નોત્સવ

૯ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે : મેડીકલ ચેકઅપ - રકતદાન કેમ્પ - નેત્રયજ્ઞ પણ યોજાશે

રાજકોટ, તા. ૯ : શ્રી કારડીયા તેમજ મારૂ રાજપૂત સમાજના સંયુકત ઉપક્રમે તા.૧૧ને રવિવારના રોજ ૧૧માં સમૂહલગ્નનું આયોજન કરેલ છે. જેમાં સમાજની ૯ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. સમૂહલગ્ન નાનામવા સર્કલ ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે બપોરે ૩ થી ૯ સુધી યોજાશે.

આ કાર્યક્રમમાં સર્વેશ્રી વજુભાઈ વાળા (રાજયપાલ, કર્ણાટક), જેરામદાસ બાપુ (ખોડીયાર આશ્રમ, કાગદડી), જશાભાઈ બારડ (પૂર્વમંત્રી), લક્ષ્મણભાઈ પરમાર (પૂર્વમંત્રી), લક્ષ્મણભાઈ યાદવ (માળીયાહાટીના), અનુપમસિંહ ગેહલોત (પોલીસ કમિશ્નર), ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય), અંજલીબેન રૂપાણી (શહેર ભાજપ મહિલા મોરચા અગ્રણી), ધનસુખભાઈ ભંડેરી (ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન), નીતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી), કમલેશભાઈ મીરાણી (શહેર ભાજપ પ્રમુખ), દેવાંગભાઈ માકડ (શહેર મહામંત્રી), જીતુભાઈ કોઠારી (મહામંત્રી), અજયસિંહ પરમાર (કોર્પોરેટર), પુષ્કરભાઈ પટેલ (સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન), મહેશભાઈ રાજપૂત (કા. રા. પ્રમુખ રામનાથપરા), રમેશભાઈ ચૌહાણ, પ્રતાપસિંહ ગોહેલ, ગોવિંદભાઈ ડોડીયા, કાનભા ગોહિલ (ચેરમેન માર્કેટીંગ યાર્ડ બાવડા), શિવાભાઈ સોલંકી (પ્રમુખ કોડીનાર નગરપાલિકા), પ્રતાપસિંહ ઝાલા (મામલતદાર જસદણ), અજીતસિંહ ડોડીયા.

આ સમૂહલગ્નને સફળ બનાવવા કારડીયા રાજપૂત સમાજ રાજપૂતપરાના પ્રમુખ અરૂણભાઈ સોલંકી, મારૂ રાજપૂત સમાજના પ્રમુખ રીતેશભાઈ રાઠોડ કા. રા. ઉપપ્રમુખ નવલસિંહ ચુડાસમા મંત્રી, ગુલાબસિંહ સોલંકી, સંગઠનમંત્રી જીતુભાઈ સેલારા, રમેશભાઈ મકવાણા તેમજ કારોબારી સભ્યો સુરેશભાઈ પરમાર, ભુપતસિંહ ઝાલા, ભયલુભાઈ ચૌહાણ, વજેસિંહ સોલંકી, દિલીપસિંહ રાઠોડ, રાકેશભાઈ દેવડા, સુરેશભાઈ ભટ્ટી, ચિરાગભાઈ ભટ્ટી, ભુપતસિંહ ચૌહાણ, વિમલભાઈ પરમાર, સુનિલભાઈ નકુમ, જયદીપભાઈ વાઘેલા, હરીસિંહ પરમાર, દિલીપભાઈ ગોહેલ, હેમંતસિંહ સોલંકી, પ્રતાપસિંહ સોલંકી તેમજ મારૂ રાજપૂત સમાજ ઉપપ્રમુખ વિક્રમસિંહ સોલંકી મંત્રી બીપીનભાઈ ડોડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સમૂહલગ્ન સાથે ક્રાઈસ્ટ હોસ્પિટલના સહયોગથી એક મેડીકલ ચેકઅપ તેમજ બ્લડ ડોનેટ કેમ્પ તેમજ આઈ ચેકઅપનું આયોજન કરવામાં આવેલ છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:08 pm IST)