Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

સફાઇના નામે ડિંડકઃ ખુદ ભાજપના કોર્પોરેટરે સ્વીકાર્યુ હવે તો તંત્ર જાગેઃ મનીષાબા

રાજકોટ તા.૯: શહેરમાં  'વન-ડે-વન વોર્ડ' સફાઇ ઝુંબેશ માત્ર ડિંડક સાબીત થઇ રહ્યાનુ ખુદ શાશક પક્ષ ભાજપના કોર્પોરેટરે સ્વીકાર્યુ છે.

ત્યારે હવે તંત્ર નહી જાગે તો લોકો નાકારો આપશે તેમ શહેર કોંગ્રેસના ઉપ પ્રમુખ મનીષાબા એલ.વાળાએ એક નિવેદનમાં જણાવ્યુ છે

આ અંગે મનીષાબાએ જણાવ્યુ છેકે રાજકોટ શહેરમાં અને પુરા ગુજરાત તથા ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી સ્વચ્છ ભારતની વાતો કરે છે અને રાષ્ટ્રીય લેવલે ગુજરાત રાજયના સીટીમાં રાજકોટ,અમદાવાદ, બરોડા,સુરત જેવા મોટા શહેરોમાં સફાઇના નામે ખોટી ગુલબાંગો ફુકે છે. ત્યારે રાજકોટ શહેર જે ભાજપનો ગઢ ગણાય તેમાં ખુદ ભાજપના કોર્પોરેટર જયમીનભાઇ ઠાકરે વોર્ડ નં.૨ માં સફાઇ માટે મ્યુનિસીપલ કમિશ્નરને લેટર લખવો પડે અને ખુદ ભાજપના કોર્પોરેટર સ્વીકારે છે કે તેઓના વિસ્તારમાં સફાઇ થતી નથી. તે બાળત તંત્ર માટે શરમજનક છે.

શાસક પક્ષ હોવા છતાં જયમીનભાઇ ઠાકરને રજુઆત કરવી પડતી હોય તો ગરીબ પ્રજાને શું કરવું? માટે આ લોકોએ શરમથી માથું ઝુકાવી રાજીનામું દઇ ઘરે બેસી જવાય.

ભાજપ સરકારે હંમેશા લોકોને ચૂંટણીના સમયે ઠાલા વચનો આવ્યો છે.

 તેમ અંતમાં મનીષાબા વાળાએ જણાવ્યુ છે.(૧.૧૨)

(2:24 pm IST)