Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બદલી થયેલ કામદારે હાજર થવું જોઇએ ટ્રાન્સફર કરવાનો માલીકને અધિકાર છે

ટ્રાન્સપોર્ટ કંપનીની તરફેણમાં હાઇકોર્ટનો ચુકાદો

રાજકોટ તા. ૮: ટ્રાન્સફર થયેલ જગ્યા પર કામદારે ફરજ પર હાજર થવું જોઇએ. ટ્રાન્સફર કરવાનો માલીકને અધીકાર છે. તેમ ઠરાવીને ટ્રાન્સપોર્ટ કંપનીની તરફેણમાં હાઇકોર્ટે ચુકાદો આપેલ હતો.

આ કેસની હકિકત એવી છે કે, અત્રે વિ. ટ્રાન્સપોર્ટ કંપની રાજકોટમાં કામ કરતા કામદાર સંજય હસમુખલાલ ભટ્ટ, છેલ્લા નવાગામ, રાજકોટમાં આવેલ વિ. ટ્રાન્સપોર્ટ કંપનીની બ્રાન્ચમાં બ્રાન્ચ ઇન્ચાર્જ તરીકે રૂ. ૪૪૬૯/-ના પગારથી નોકરી કરતા હતા. કંપનીના મેનેજમેન્ટે તા. ૧ર-ર-૦૮ના રોજ મજકુર કામદારને રાજકોટથી ગાંધીધામ, નિમણુંક હુકમની શરતોને આધીન બદલી કરતાં મજકુર કામદાર ગલાંધીધામ ખાતે ફરજ પર હાજર થયેલ નહીં અને કંપનીએ તેઓને રાજકોટ ખાતેથી ગેરકાયદેસર રીતે છુટા કરી દીધેલ છે. તેવી તકરાર ઉપસ્થિત કરી, લેબર કોર્ટ રાજકોટ સમક્ષ રેફરન્સ કરાવેલ હતો. જે રદ થતાં હાઇકોર્ટમાં પીટીશન કરી હતી.હાલના કેઇસમાં કમદારની કંપનીએ નિમણુંક હુકમની શરતો મુજબ ટ્રાન્સફર કરેલ છે અને કામદારે એપોઇન્ટમેન્ટ ઓર્ડર સ્વીકારેલ હોય આ ઓર્ડરની શરતો અંગે સંમતી આપેલ છે તેમ કહી શકાય. ઉપરોકત હકિકત હોવા છતાં અને એક પણ દિવસે નોકરી પર ટ્રાન્સફર થયા બાદ હાજર થયા ન હોવા છતાં આશ્ચર્ય જનક રીતે કામદાર નોકરીમાં પરત લેવા પડેલા દિવસોનો પગાર ૧ર%નો વ્યાજ સાથેની માંગણી કરેલ છે. ગુજરાત હાઇકોર્ટે કંપની તરફથી કરવામાં આવેલ દલીલો અને લેબર કોર્ટ સમક્ષ રજુ થયેલ પુરાવો ધ્યાનમાં લઇ કામદારની રીટ પીટીશન રદ કરેલ છે.

(4:21 pm IST)