Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ટ્રેકટરો ખરીદવા અડધા પૈસા કોણે અને શા માટે આપ્યા?: રિમાન્ડ પર રહેલા શખ્સો પાસે વિગતો ઓકાવવા મથામણ

કેન્દ્ર સરકારના નામે કોૈભાંડ આચરનારા સુત્રધાર વિવેક, સંદિપ, મુકુંદ, મહેશ અને બંને મહિલા ૬ દિવસના રિમાન્ડ પર : અત્યાર સુધી એકબીજાના નામો આપી પોલીસથી બચવાનો પ્રયાસ કરનારા કોૈભાંડકારો હવે બરાબરના ફસાયા

રાજકોટ તા. ૭: સાધુ વાસવાણી રોડ પર  આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ(ગ્લોબલ હ્યુમન રાઇટ્સ કાઉન્સીલ)ના નામે ઓફિસ ખોલી ખેડૂતોને અડધી કિમતે ટ્રેકટર તથા ખેતી વિષયક સાધનો અને પશુઓ આપવાની લોભામણી જાહેરાતો કરી ફોર્મ ભરવાના નામે ૨-૨ હજાર વસુલ કરી તેમજ બાદમાં અડધા પૈસા તમે આપો, અડધા કેન્દ્ર સરકાર સબસીડી તરીકે ચુકવશે...તેવુ જણાવી  બબ્બે - અઢી લાખની રોકડ વસુલી લઇ ટ્રેકટર નહિ આપી ઠગાઇ કરવાના ગુનામાં પકડાયેલા ચાર પુરૂષો અને બે મહિલાના ૬ દિવસના રિમાન્ડ મંજુર થતાં પોલીસ કોૈભાંડના મુળ સુધી પહોંચવા મથામણ કરી રહી છે. આ ટોળકીએ અનેક ખેડૂતોને ટ્રેકટર આપ્યા પણ હતાં. આવા ટ્રેકટરો જે તે ડિલર પાસેથી ખરીદવા અડધા પૈસા કોણે અને શા માટે આપ્યા? તેની વિગતો ઓકાવવા સુત્રધાર સહિત છએયની પુછતાછ થઇ રહી છે.

લોધીકાના દેવડા ગામે રહેતાં ગીરધરભાઇ વીરજીભાઇ કાછડીયા (ઉ.૫૩) અને ગોંડલના વેજાગામમાં રહેતાં પ્રશાંત પ્રતાપભાઇ સિંધવ (રજપૂત) (ઉ.૨૧)ની ફરિયાદ પરથી  સાધુ વાસવાણી રોડ પર શ્યામલ વેટ્રીકસ દૂકાન નં. એફ-૧૫માં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નામની ઓફિસમાં બેસતી મહેશ્વરી ઉર્ફ પ્રવિણાબેન અગ્નિહોત્રી, અમદાવાદ બ્રાંચના ગુજરાત પ્રેસિડેન્ટ વિવેક દવે, મહેસાણાની ઓફિસના મુકુંદ પરમાર, અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ અરૂણાબેન કાંતિ નાઇ, અમદાવાદના પ્રેસીડેન્ટ મહેશ રમેશભાઇ ભાટીયા, ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ ડિરેકટર સંદિપ બેનીપ્રસાદ શર્મા અને ડિરેકટર દેવેન્દ્ર કૈલાશચંદ્ર જૈન તથા તપાસમાં ખુલે તેની સામે બે ગુના દાખલ થયા હતાં.

એડી. ડીસીપી હર્ષદ મહેતા અને પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયાએ તપાસનો ધમધમાટ શરૂ કરી ગુનો નોંધાયાના કલાકોમાં જ છ આરોપીઓ વડોદરાના હરણી રોડ પર સુરમ્ય બંગલો નં. ૫૯માં રહેતાં વિવેક અરવિંદભાઇ દવે (ઉ.૪૨), મુંબઇ વિરાર વેસ્ટ તિરૂપતીનગર ફેઝ-૨ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતાં મુળ રાજસ્થાનના સંદિપ બેનીપ્રસાદ શર્મા (ઉ.૩૪), પાટણના ધીણોજ ગામના મુકુંદ મોહનભાઇ પરમાર (ઉ.૫૧), અમદાવાદ સરદારનગર સિંધી કોલોનીમાં રહેતાં મહેશ રમેશલાલ ભાટીયા (ઉ.૪૮), ગાંધીનગર સેકટર-૨૦ મકાન  નં. ૬૯/૪માં રહેતાં મુળ અનવરપુર (પાટણ)ની અરૂણા કાંતિભાઇ નાઇ (ઉ.૨૩) અને રાજકોટ કાલાવડ રોડ નિલ દા ઢાબા પાસે સદ્દગુરૂ કોલોનીમાં રહેતી મહેશ્વરી ઉર્ફ પ્રવિણા ગિરીશભાઇ અગ્નિહોત્રી (ઉ.૩૪)ને પકડી લીધા હતાં. આ છએયના છ દિવસના રિમાન્ડ મંજૂર થતાં તપાસ આગળ ધપાવાઇ છે.

પોલીસ તપાસમાં રાજકોટ પંથકમાં કુલ ૪૬ લોકોને સભ્ય બનાવી તે પૈકી ૨૪ને અડધા ભાવે ટ્રેકટર આપી પણ દેવાયાનું ખુલ્યું છે. બાકીનાને અડધા પૈસા લીધા બાદ ટ્રેકટર નહિ અપાતાં ફરિયાદ થઇ છે. આ ટોળકીએ સભ્યો બનાવતી વખતે ખેડૂતોને એવું કહ્યું હતું કે ટ્રેકટર ખરીદવા અડધા પૈસા તમે આપો અને અડધા કેન્દ્ર સરકાર સબસીડીથી આપશે. પણ પોલીસે ઠગાઇ સબબ તમામને પકડતાં કેન્દ્ર સરકાર સહાય આપશે તેવી આ શખ્સોની વાતો ગપગોળો પુરવાર થઇ ગઇ છે. જે ચોવીસ લોકોને અડધા ભાવે ટ્રેકટર મળ્યા તેની અડધી રકમ ટ્રેકટર ખરીદવા કોણે અને શા માટે આપી? આ સવાલનો જવાબ શોધવા પોલીસ આગળ વધી રહી છે. અત્યાર સુધી પકડાયેલા સુત્રધારો વિવેક  અને સંદિપ સહિતનાઓએ એક બીજા પર જવાબદારી ઢોળવા પ્રયાસ કર્યો હતો. પણ હવે છ દિવસ રિમાન્ડ મળતાં બરાબરના ફસાયા છે. પોલીસ ઝડપથી સાચી વિગતો ઓકાવશે. 

અમદાવાદની જે બે એજન્સી મારફત ટ્રેકટર સપ્લાય થયા છે તેની પાસેથી પણ પોલીસ હિસાબો મેળવવા તજવીજ કરી રહી છે. તેમજ પૈસાના જે વ્યવહાર થયા તેના દસ્તાવેજો પણ મંગાવાઇ રહ્યા છે. અમુક પેમેન્ટ રોકડથી, અમુક ચેકથી અને અમુક આરટીજીએસથી થયું છે. આ વ્યવહાર કોના દ્વારા થયા? તેની તપાસ પણ થઇ રહી છે. ડીસીપી હર્ષદ મહેતાની સીધી દેખરેખ હેઠળ યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પી.એસ.આઇ. બી. જે. કડછા, હરેશભાઇ પરમાર, લક્ષમણભાઇ મહાજન, યોગેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ ચુડાસમા, અમીનભાઇ, રવિરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ જાડેજા, એસઓજીના પી.એસ.આઇ. એચ. એમ. રાણા, અનિલસિંહ ગોહિલ, જયંતિભાઇ સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે.

ટ્રેકટર સપ્લાય કરનાર અમદાવાદની બે એજન્સીમાં પણ તપાસઃ સંદિપ-વિવેકની પ્રોપર્ટીની માહિતી મેળવાશે

. અડધા ભાવે ટ્રેકટર આપવાની સ્કીમ જાહેર કરીને ટોળકીએ રાજકોટ પંથકમાં ૪૬ સભ્યો બનાવી તેમાંથી ૨૪ને તો ટ્રેકટર આપી પણ દીધા છે. અમદાવાદની બે એજન્સી મારફત આ ટ્રેકટરનું વેંચાણ થયું છે. અડધા પૈસા સભ્ય બનેલા જે તે ખેડૂતોએ આપ્યા હતાં. બાકીના અડધા પૈસા આરટીજીએસ, રોકડ અને ચેકથી કોણે-કોણે જમા કરાવ્યા? તેના વ્યવહારો તપાસાઇ રહ્યા છે. તેમજ સુત્રધાર એવા વિવેક દવે તથા સંદિપ શર્માની પ્રોપર્ટી અને તેના બેંક એકાઉન્ટ્સની પણ તપાસ થઇ રહી છે.

(3:56 pm IST)
  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • દુનિયાના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને 42 વર્ષની ઉંમરે તેનાથી 20 વર્ષ નાની ઉંમરની યુવતીને પ્રેમ પત્ર લખ્યો હતો. જો કે આ પ્રેમ પત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આલબર્ટ આઈનસ્ટાઈનના 97 વર્ષ પહેલા લખાયેલા આ પત્રની ઈઝરાયેલની રાજધાની જેરુસેલમમાં 4 લાખ રૂપિયામાં હરાજી થઈ. જો કે એલીસાબેટ્ટા પીસીની નામની એ યુવતીએ આઈનસ્ટાઈનના પ્રેમનો સ્વીકાર કર્યો નહોતો. access_time 12:41 am IST