Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સાપરાધ મનુષ્‍યવધના ગુન્‍હામાં ત્રણ આરોપીઓને ૧૦ વર્ષની કૈદની સજા ફરમાવતી સેસન્‍સ કોર્ટ

નજરે જોનાર કોઇ સાક્ષી ન હોવા છતા સાંયોગીક પુરાવા ઉપર આધાર રાખી આરોપીઓને તકસીરવાર ઠરાવાયા : મુખ્‍ય સરકારી વકીલ એસ.કે. વોરાની સચોટ દલીલો માન્‍ય રખાઇ

રાજકોટ,તા.૯ : દુધસાગર રોડ ઉપર રહેતા ઈકબાલ બાબભાઈ કંડીયા સાથેના પૈસાની લેતી દેતીના જુના વ્‍યવહાર મામલે થયેલ ઝગડાનો ખાર રાખી તેનું મોત નિપજાવનાર સંજય ઉર્ફે રૂડી સરીયા, ઉ.વ. ૩૦, કિશોર ભીમજીભાઈ સોલંકી ઉ.વ. ૩૮ અને દિપક રામજીભાઈ પરમાર ઉ.વ. ૩૩ વાળાઓને ખૂનના ગુન્‍હા સબબ તકસીરવાન ઠરાવી અધિક સેશન્‍સ જજ   બી. બી. જાદવે ત્રણેયને ૧૦ વર્ષ સજા ફરમાવેલ છે.

 આ કેસની હકીકત એવા -કારની છે કે તા. ૧૫/૧૦/૨૦૧૯ ના રોજ કાગદડી ગામ નજીક પાણીની તલાવડી પાસે એક ઈસમની લાશ મળેલ જેનો ફોટો વોટસએપમાં વાયરલ થતાં ફરીયાદીએ આ લાશ પોતાન મોટા ભાઈ ઈકબાલ ઉ.વ. ૪૫ વાળાની હોવાનું જાણેલ. આથી ફરીયાદીએ પોલીસમાં ફરીયાદ કરી પોતાના મોટાભાઈનું ખૂન અગાઉના પૈસાની બાબતના ઝઘડાના કારણે સંજય ઉર્ફે રૂડી સરીયાએ કરેલ હોવાની શંકા વ્‍યક્‍ત કરેલ. આ મુજબની ફરીયાદ આવતા પોલીસે સંજય ઉફે રૂડીની તપાસ આદરી તેની બીજા દિવસે ધરપકડ કરતા તેના કપડા ઉપર લોહીના ડાઘ જણાયેલ. આ મુજબનો પરાવો જણાતા પોલીસે સંજય ઉફે રૂડીની પછતાછ કરતા તેણે ગુજરનારનું ખૂન કર્યાનું અને તેની લાશનું અલગ જગ્‍યાએ ફેકી દેવા માટે સહઆરોપી કિશોર ભીમજીભાઈ સોલંકી અને દિપક રામજીભાઈ પરમારનો સાથ લીધાનું પણ જણાયેલ. આ મુજબની માહિતી મળતા પોલીસે બન્ને સહઆરોપીઓની પણ ત્‍યાર પછીના દિવસે ધરપકડ કરેલ હતી.

 પોલીસ તપાસના અંતે ચાર્જશીટ બાદ આ કેસ ચાલી જતા આરોપી પક્ષે બચાવ લેવામાં આવેલ હતો કે આ કેસમાં કોઈ નજરે જોનાર સાહેદ નથી તેથી આ કેસ સાંયોગીક પુરાવા ઉપર આધારીત છે અને આવા સંજોગોમાં પરતા પરાવા મળી આવવા જરૂરી છે. પોલીસ તપાસ દરમ્‍યાન

આ કેસમાં કોઈપણ જગ્‍યાએથી સી.સી.ટીવી ફટેજ મેળવવામાં આવેલ નથી અને ગુજરનારને સંજય ઉર્ફે રૂડીએ કયાંથી પકડેલ અને કયાં ખૂન કરેલ તે અંગે કોઈ જ સીધો પુરાવો નથી.

 સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ  એસ. કે. વોરાએ રજુઆત કરેલ હતી કે નજરે જોનાર સાહેદ ન હોય ત્‍યારે સાંયન્‍ટીફીક પુરાવો સૌથી મહત્‍વનો પુરાવો ગણાય છે. આ કેસમાં ગુજરનાર ઈકબાલના લોહીના ડાઘ ત્રણેય આરોપીઓના કપડા ઉપર મળી આવેલ છે અને ત્રણેયના કપડા ઉપર આ લોહી કયા કારણસર આવેલ તે અંગે કોઈ જ બચાવ કે ચોખવટ થયેલ ન હોય ત્‍યારે આ લોહી મરનારનું જ હોય તેવી અનિવાર્ય ધારણા થાય. આ ઉપરાંત મુખ્‍ય આરોપી સંજય ઉર્ફે રૂડીએ જે છરી કાઢી બતાવેલ છે તેમાં પણ મરનારનું લોહી જણાય છે ત્‍યારે આવી છરીનું લોકેશન ફકંત આરોપીને જ છે તે આરોપી વિરુઘ્‍ધનો સીધો પુરાવા ગણાય. આ ઉપરાંત સહઆરોપી દિપક પરમારની માલિકીની રીક્ષાની પાછળની સીટમાં પણ જયારે મરનારનું લોહી મળી આવેલ છે. ત્‍યારે ગજરનારનું ખૂન એક જગ્‍યાએ કરી તેની લાશને બીજી જગ્‍યાએ લઈ જઈ ફેકી દેવામાં આવેલ છે તે હકીકત પુરાવાની જેમ સ્‍પષ્ટ થાય છે. આ તમામ રજુઆતોને આધારે સેશન્‍સ જજ મરણ જનાર ઇકબાલ કડીયા ખૂન સબબ સંજય ઉર્ફે રૂડી સરીયા, કિશોર ભીમજીભાઈ સોલંકી અને દિપક રામજીભાઈ પરમારને સાપરાધ મનુષ્‍યવધના ગુન્‍હા સબબ તકસીરવાન ઠરાવી દશ વર્ષની સખ્‍ત કેદની સજા ફરમાવેલ છે.

 આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયેલ.

(4:29 pm IST)