Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

શનિવારે રાજકોટથી વિરપુર પાવનકારી પદયાત્રા

પદયાત્રીકો માટે રૂટ ઉપર તમામ વ્‍યવસ્‍થાઃ ઓળખકાર્ડ કઢાવી લેવા

રાજકોટઃ સંત શીરોમણી ભકતશ્રી જલારામ બાપાની આગામી ૧૪૨મી પુણ્‍યતિથિ નિમિતે રાજકોટથી વીરપુરની આ ૨૩મી પાવનકારી પદયાત્રાનું આયોજન રઘુવીર યુવા સેના રાજકોટ શહેર દ્વારા તા.૧૧ શનિવાર સાંજથી કરવામાં આવેલ છે.આ પાવનકારી પદયાત્રામાં પદયાત્રીકો માટે તમામ સુવિધાઓના સેવાપરબો દાતાઓના સહયોગથી ઉભા કરવામાં આવેલ છે પપ કી.મી.ના આ રૂટ ઉપર યાત્રીકો માટે ક્રમશ ૨થી ૩ કિ.મી.ના અંતરે વિરામ સ્‍થાનો તેમજ ભોજન ઠંડાપીણા, ગરમ પીણા, મેડીકલ કેમ્‍પ, એમ્‍બ્‍યુલન્‍સ વાન, પગ માલીસ, દવાઓ, ડોકટરો તેમજ ગ્‍લુકોઝ પાણી, નાળીયેર પાણી, ગરમ જલેબી, ગાંઠીયા,  વગેરે વ્‍યવસ્‍થાઓની ગોઠવણ થઇ ચુકી છે તેમજ જામવાડીથી વિરપુર સુધી ઠંડીના માહોલને ધ્‍યાને લઇને રાત્રી દરમ્‍યાન તાપણાઓનું આયોજન પણ ગોઠવાઇ ગયુ છે, રાજકોટથી વીરપુર સુધીના સળંગ રૂટ ઉપર ઠેર ઠેર યાત્રીકોની જરૂરીયાત મુજબના સેવા પરબોનું કાર્ય દાતાઓના સહયોગથી સંપન્ન થઇ ચુકયુ છે.

આ પાવનકારી મંગલમય પદયાત્રામાં અસંખ્‍ય જલારામ ભકત પરીવારજનો પોતાના નામ રજીસ્‍ટર કરાવી પદયાત્રી ઓળખકાર્ડ મેળવી ચૂકયા છે. હજુપણ આ પદયાત્રામાં જોડાવા ઇચ્‍છતા પદયાત્રી ભકતજનોએ પોતાના નામ ઇલોરા, ગોગોચે સામે, જયુબેલી રોડ, વરૂણ ચેમ્‍બર, ૫-ઘી કાંટા રોડ, ધર્મેન્‍દ્ર રોડ, દેવપુષ્‍પ મેડીકલ હનુમાન મઢીચોક, રૈયારોડ, ખાતે નોંધાવી દેવા વ્‍યવસ્‍થાના ભાગરૂપે અતિ જરૂરી છે શકય હોય ત્‍યા સુધી પદયાત્રા ઓળખકાર્ડ હોવુ જરૂરી છે. પદયાત્રામાં સીધા જ જોડાતા વધારે પડતા યાત્રીકોને સેવા ઉપલબ્‍ધ કરવા મુશ્‍કેલી થતી હોય છે આથી કાર્ડ કઢાવવું જરૂરી છે પ્રમુખશ્રી બલરામભાઇ કારીયાની યાદીમાં જણાવેલ છે.

વધુ માહિતી માટે હિમાંશુભાઇ વસંત-મો ૯૮૯૮૮ ૪૬૪૫૬ ભૌતિકભાઇ જીવરાજાની મો.૯૯૦૪૪ ૦૦૦૯૯ સંપર્ક કરવો તેમજ ઉપરોકત બતાવેલ એડ્રેસ ઉપર રૂબરૂ સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:18 pm IST)