Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

રૈયા રોડ નહેરૂનગરમાં મક્કા-મદીના ઉમરાહ, બગદાદ જીયારતના નામે ગોંડલ-મુંબઇના શખ્સોની ૩૩ લાખની ઠગાઇ

રામનાથપરાના શાહબાઝ કાઝીની ફરિયાદ પરથી ગોંડલના સલિમ મોકર, મુંબઇના સૈયદ બુરહાની, મહમદ અસરફી સામે ગુનો નોંધાયો

રાજકોટઃ રૈયા રોડ પર નહેરૂનગર-૫માં ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ તરીકે કામ કરતાં મુળ ગોંડલના ચોરડી દરવાજા પાસે રહેતાં શખ્સે મુંબઇના બે શખ્સો સાથે મળી ડિસેમ્બર-૨૦૧૮માં મક્કા-મદીનાની ઉમરાહ માટે ગ્રુપ બનાવી રૂ. પહેલી એક ગ્રુપને ઉમરાહ કરાવી વિશ્વાસ કેળવ્યા બાદ વધુ ૯૬ ગ્રાહકોના પૈસા રૂ. ૪૩,૨૦,૦૦૦ ઉઘરાવી લઇ ૧૧ ગ્રાહકોને જ લઇ જઇ બાકીનાના રૂ. ૩૩ લાખ ચાંઉ કરી જતાં આ મામલે ફરિયાદ થઇ છે.

ગાંધીગ્રામ પોલીસે આ અંગે રામનાથપરા-૨માં રહેતાં શાહબાઝ અમીનભાઇ કાઝી (ઉ.૨૩)ની ફરિયાદ પરથી ગોંડલના સલિમ અબ્દુલભાઇ મોકર અને મુંબઇના સૈયદ જાવેદભાઇ બુહરાની તથા મહમદ શેરખાન અસરફી સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ઠગાઇનો ગુનો નોંધ્યો છે.

શાહબાઝ મક્કા-મદીનાની ટુર યોજી ઉમરાહનું કામ કરાવતો હોઇ તેણે મુંબઇના બે શખ્સો સૈયદ અને મહમદના એજન્ટ તરીકે કામ કરતાં ગોંડલના સલિમ મોકરનો વર્ષ ૨૦૧૮માં સંપર્ક કરતાં ૧૧ લોકોનું ગ્રુપ બનાવી મક્કા-મદીના મોકલ્યા હતાં. આ ટુર સફળ રહેતાં શાહબાઝને વિશ્વાસ બંધાયો હતો. એ પછી ફરીથી બીજા ૪૫ લોકોનું ૨૭ લાખનું પેકેજ બગદાદ જીયારત માટે અને બીજા ૯૬ ગ્રાહકોનું ઉમરામ માટેનું પેકેજ નક્કી કરી ૪૩,૨૦,૦૦૦ ચુકવ્યા હતાં. પરંતુ એ પછી સલિમ અને મુંબઇના શખ્સોએ માત્ર ૧૧ ગ્રાહકોને બગાદા મોકલી બાકીનાનું બુકીંગ રદ થયાનું કહી રૂ. ૨૦,૪૦,૦૦૦ ઓળવી જઇ તેમજ મક્કા મદીનાની ટૂરના ફરિયાદી પાસેથી વધારાના ૧૨,૬૦,૦૦૦ લઇ કુલ રૂ. ૩૩ લાખની ઠગાઇ કરી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. એ. ધોળાની રાહબરીમાં મહિલા કોલેજ ચોકીના પીએસઆઇ આર. એસ. પટેલે તપાસ શરૂ કરી છે.

(12:06 pm IST)