Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કેઈઝન ગ્રુપનું એજ્યુકેશન ફેર સંપન્ન : સફળતા

૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી : દેશભરની કોલેજોના ફેકલ્ટીની હાજરી

રાજકોટ, તા. ૯ : વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કંઈક નવું કરવા માટે તત્પર રહેવા અહિંના જાણીતા કેઈઝન ગ્રુપ દ્વારા હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં સ્કુલ - કોલેજના વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં માત્ર અડધા દિવસની ઈવેન્ટ દરમિયાન ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ એજ્યુકેશન ફેરમાં ચેન્નઈ, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, અંકલેશ્વર, બરોડા, સિદ્ધપુર, ગાંધીનગર, અમદાવાદ વગેરે શહેરોની કોલેજમાંથી ફેકલ્ટી મેમ્બર્સે હાજર રહી ૨૧થી વધુ સ્ટોલ પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું. આ એજ્યુકેશન ફેરમાં ભરાડ સ્કુલના શ્રી જતીનભાઈ તેમજ શહેરની અન્ય સ્કુલ - કોલેજના ટ્રસ્ટીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર કેઈઝન ગ્રુપ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી સતત દર વર્ષે ફેબ્રુ- એપ્રીલ - મે જૂન વર્ષમાં ચાર વખત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આ પ્રકારના એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત પણ સ્કુલ અને કોલેજમાં અત્યાર સુધી ૧૦૦થી વધુ સેમીનાર અને ચાલુ વર્ષે જ રાજકોટની ૧૪ થી વધુ સ્કુલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. ગત એજ્યુકેશન ફેરએ આ ગ્રુપનું સતત ૪૫મું સફળ આયોજન હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કેઈઝન ગ્રુપના સીઈઓ શ્રી વસીમ વાહીદભાઈ માકડા (મો.૯૮૨૪૫ ૮૬૫૬૧) કે જેઓ (બીકોમ, એમબીએ, એલએલબી, બીજેએમસી) જેવી ડિગ્રીઓ ધરાવે છે. તેમના દ્વારા છેલ્લા ૬ વર્ષોથી એક એજ્યુકેશનલ ન્યુઝ પેપર ''કેઈઝન ટાઈમ્સ''માં પણ એડીટર તરીકે સેવા આપે છે. આ ઉપરાંત ગુજરાતની ઘણી કોલેજોના માર્કેટીંગ વિષય પર લેકચર અને મોટીવેશનલ સ્પીકર તરીકે પણ સેવા આપી ચૂકયા હોવાનું એક યાદીના અંતમાં જણાવાયું છે.(૩૭.૧૪)

(3:27 pm IST)