Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનું સન્માન

રાજકોટના કાલાવડ રોડ-યુનિવસિર્ટી રોડ ડોકટર એસોસિયેશન દ્વારા તાજેતરમાં ઇમ્પીરીયલ હોટલમાં વોકહાર્ટ હોસ્પિટલના સુપ્રસિધ્ધ ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. પ્રફુલ કામાણી દ્વારા અલ્સરેટીવ કોલાઇટીસ ઉપર સી.એમ.ઇ.નું આયોજન કરવામાં આવેલ. જેમાં ડો.કામાણીએ અલ્સરેટીવ કોલાઈટીસની સારવાર અને મેનેજમેન્ટ ઉપર લેટેસ્ટ વિશેષ સમજણ આપેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  ડો. વિજય દેસાણીની ઉપકુલપતિ તરીકે નિમણુક થતાં  ડોકટર એસોસિયેશનના પ્રમુખ ડો.એમ.વી. વેકરીયા ચીફ એડવાઇઝર, ડો. અમીત હપાણી અને સેક્રેટરી ડો.પ્રશાંત ગણાત્રા દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ.(૩૦.૮)

(2:51 pm IST)