Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

શ્રી પતિત પાવન ભગવાનની સોમવારે જન્મજયંતિ

પૂ.પતિપાવન ભગવાન દુધ જ ગ્રહણ કરતાં હોય પયોહારી બાબા તરીકે ઓળખાતા હતા

પ.પૂ.શ્રી સદગુરુ દેવ ભગવાનશ્રી રણછોડદાસજી મહરાજનાં ગુરૂ શ્રી પતિતપાવન ભગવાનનો આજે જન્મદિવસ છે, તેઓ ફકત દુધ જ ગ્રહણ કરતાં હોવાથી પયોહારી બાબા તરીકે સમગ્ર સાધુ સમાજમાં ઓળખાતા હતા.તેઓની જગ્યા જયપુરથી ૧૮ કિ.મી. દૂર ગલતાજી ની જગ્યા કહેવાય ત્યાં છે.

 પયહારીબાબા ગલતાજી (રાજસ્થાન) માં ધુણો ધખાવી ત્યાં સમાધીમાં હતા,તેવામાં ત્યાં ઘણા  દિવસનો ભુખ્યો સિંહ તેમની સામે આવીને બેસી ગયો આ જોઈને પયહારીબાબા સમાધીમાં જાગ્રત થયા અને તેમને સિંહ ઉપર દયા આવી, તેમણે તેમની જાંઘમાંથી માસનો મોટો ટુકડો કાપીને સિંહને આપ્યો,અને સિંહની ભુખને શાંત કરી,દયા અને કરૂણાથી ભગવાનશ્રી રામચંદ્રએ તેમના સાક્ષાતકાર થયા અને તેમની જાંધને પુનઃ ફરી પાછી હતી તેવી કરીને તેમને દર્શન આપ્યા.

 તેઓનાં શિષ્યોમાં જયપુરનાં મહરાણી મુખ્ય હતા.પહિયારીબાબા ગલતા ઘાટી માં ધુણી ધખાવી.રહયા હતાં એવામાં ત્યાં જયપુર રાજના ગુરૂ તારાનાથજીએ આ જોઈએ તેઓને ત્યાંથી હટી જેવા કહયું

તો પ.પુ.પયહારીબાબા કાપડનાં વસ્ત્રો જગતો ધુણો લઈને બીજીબાપુ બેસી ગયા અને આ જોઈને તારાનાથજી એ ડરાવવા સિંહનું રૂપ ધારણ કર્યું અને તેમની સામે આવીને દહાડ કરી અને આ જોઈને પયહારીબાબાએ કમડલથીમાંથી એક અંજલી છાટીને તરત જ ગધેડો બનાવી દીધો.તારાનાથનારના અને ગધેડાને પહેરાવી દીધા. કાનનાં કુંડલ કાઢી લીધા,ગધેડો નદી કિનારે ચરવા લાગ્યો,આ બાજુ રાજાને ખબર પડી કે મારા ગુરૂજી ઙ્કનથી દેખાતા તેઓ તરત જ પતિત પાવન ભગવાન પાસે આવીને અરજ કરવા માંડયા કે મારા ગુરૂજી કયાં તેઓએ કીધુ કે ગધા બનકે ઘાસ ખા રહા હૈ.આ જાણીને તેઓ નદી કિનારે ગયા અને ત્યાં જોયું તો ગધેડો ચરતો હતો.આ જોઈને રાજા પયહારીબાબા પાસે આવ્યા અને ક્ષમા માંગી મારા ગુરૂને માનવ બનાવી આપો તો તેઓએ કીધું કે એક શર્ત મુજબ માનવ બનાવી દઉં મારો ધુણો છે તેમાં તારે અથવા તારા ગરૂએ લાકડા લઈને આ ધુણામાં નાંખવા પડશે તો માનવી બનાવી દઉ.રાજાએ શર્ત માની અને આજની તારીખે પણ એ ધુનો ચાલુ છે, તેની ભસ્મ લોકો લઈ જાય છે,આવા હતા.પૂ.ગુરૂદેવનાં ગુરૂજીને શત-શત પ્રણામ શ્રી પતિત પાવન ભગાવનને.

શ્રી જયદેવભાઇ ઓઝા

મો.૯૮૭૯૨ ૭૦૧૦૧

(11:39 am IST)