Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ગાંધીગ્રામના શોભનાબેને હડમતાલા ગામે એસિડ પી લીધું

રાજકોટ તા. ૯: ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે આરએમસી કવાર્ટર નં. ૧૦માં રહેતાં શોભનાબેન ચિમનભાઇ ગડિયલ (ઉ.૪૫) નામના વાલ્મિકી મહિલાએ કોટડા સાંગાણીના હડમતાલા ગામે એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.

શોભનાબેનના પતિ-દિકરા સહિતના લોકો હડમતાલા ગામે લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા ગયા હોઇ તેની સાથે પોતે પણ ત્યાં ગયા હતા. ત્યાં કોઇપણ કારણોસર આ પગલુ ભરી લીધું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા પોલીસને જાણ કરી હતી.

જુનાગઢના ફિરોઝે હાથમાં બ્લેડથી છરકા કર્યા

જુનાગઢ દોલતપરામાં રહેતાં ફિરોઝ હાસમભાઇ માવકલા (ઉ.૩૩)એ પોતાની જાતે હાથમાં બ્લેડથી છરકા કરી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

(10:22 am IST)