Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

નાગરિક બેન્કમાં 'મન્ડે-નો કાર ડે': સભ્યો-કર્મચારીઓ દર સોમવારે કારનો ઉપયોગ કરતા નથી

નાના અને મધ્યમ વર્ગના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે તેરીતે કાર્ય કરીએ છીએઃ નલિનભાઈ વસા

રાજકોટઃ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની મવડી પ્લોટ શાખાનું ગ્રાહક મિલન બેન્કની હેડ ઓફિસ ખાતે યોજાયેલ આ પ્રસંગે શીંગાળા ઘનશ્યામભાઈ- માઈક્રો ઈન્ડસ્ટ્રી (મોટા ખાતેદાર), ડઢાણીયા અશોકભાઈ- રાજેશ પ્લાસ્ટીક (મોટા ખાતેદાર), પટેલ દિલીપભાઈ (મોટા ડિપોઝીટર), મોદી જયશ્રીબેન (મોટા ડિપોઝીટર), ડો.પ્રતીક્ષાબેન રામાનુજ (વિશિષ્ટ યોગદાન), દવે પુષ્પાબેન ગમનલાલ (વિશિષ્ટ યોગદાન), સુરાણી ભુપતભાઈ- અર્જુન સ્ટીલ ટ્રેડર્સ (મોટા ધિરાણ ખાતેદાર), નિમાવત જયસુખભાઈ- બજરંગ એન્ટરપ્રાઈઝ (મોટા ધિરાણ ખાતેદાર), ઝાલા અશોકભાઈ (નિયમીત ધિરાણ ખાતેદાર), શાહ ધારાબેન (મોબાઈલ બેન્કિંગના વપરાશકર્તા), ચાવડા સંજયભાઈ (એટીએમનો મહત્તમ વપરાશકર્તા), કુ.યશસ્વી ચૌહાણ (બાળ ખાતેદાર), શાહ અનિલભાઈ- અજીત ટ્રેડિંગ (જુના ખાતેદાર), પોપટ સુભાષચંદ્ર- ન્યુ બહાર ફરસાણ હાઉસ (જુના ખાતેદાર), સર્વોદય સ્કુલ (સૌથી વધુ કાસા ખાતેદાર-કુટુંબ ભાવના સાથે બેન્કિંગ)ને સ્મૃતિભેટ આપી સન્માનિત કરાયા હતા.

નલિનભાઈ વસાએ જણાવ્યું હતું કે, આ બેન્ક પોલીસી ડ્રીવન બેન્ક છે. આ પોલીસી બેન્કનાં ચેરમેનથી લઈને પ્યુન સુધી દરેક માટે લાગુ પડે છે અને તેમાં દર્શાવ્યા મુજબ જ કાર્ય થાય છે. નાના અને મધ્યમવર્ગનાં લોકોનાં જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે તે રીતે કાર્ય કરીએ છીએ.  આ વાત નાની છે પરંતુ વિચાર મોટો છે. આપણે સતત એ જ વિચાર કરીએ કે સમાજને વધુને વધુ કેમ ઉપયોગી બની શકીએ. બેન્ક દ્વારા 'મન્ડે-નો કાર ડે' દર સોમવારે બેન્કનાં સંચાલક મંડળના સદસ્યો- કર્મચારીઓ બેન્કની કે પોતાની કારનો વપરાશ કરતાં નથી. બેન્કની અદ્યતન હેડ ઓફિસને બે વખત ભારતનાં અગ્રણી મેગેઝીન દ્વારા એવોર્ડ મળેલા છે. માઈનોર (૧૦વર્ષથી વધુ અને ૧૮ વર્ષ સુધીના) બાળકોના બેન્ક ખાતા ખોલવાની સુવિધા છે. તેમને ચેકમાં સહી કરી ઉપાડ કરી શકે છે. આ સુવિધાથી બાળકો બેન્કિંગ ગતિવિધિથી પરિચિત થશે. બેન્ક દ્વારા મહિલાઓને ધિરાણમાં નિયત વ્યાજદર કરતાં ૧ ટકા વિશેષ છૂટ આપવામા઼ આવે છે. આવી જ રીતે દર માસમાં ત્રીજા શનિવારે સાંજે વિવિધ લેખકોનાં ખ્યાતનામ પુસ્તકનું બુક-ટોક ચાલે છે. વિવિધ પ્રવૃતિઓથી થકી ખરા અર્થમાં 'નાના માણસોની મોટી બેન્ક' ચરિતાર્થ કરીએ છીએ.

હરિભાઈ ડોડીયા અને જીવણભાઇ પટેલ પ્રાસંગીક પ્રવચન કરેલ. હરકિશનભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, ફકત ૫૯ સભાસદો અને રૂ.૪૮૯૦ની શેરમૂડી સાથે શરૂ થયેલી બેન્કમાં અત્યારે ૨,૭૭,૭૧૦ સભાસદો અને રૂ.૫૬.૬૨ કરોડની શેરમૂડી છે. રૂ.૪,૧૬૮ કરોડ ડિપોઝીટ અને રૂ.૨,૩૦૮ કરોડ ધિરાણ ધરાવે છે. યુનિટ બેન્કથી શરૂ થયેલી આપણી બેન્ક ૩૮ શાખા, ૨ એકસટેન્શન કાઉન્ટર અને ૨ ઓફસાઈટ એટીએમનું નેટવર્ક ધરાવે છે. બેન્કનું એટીએમ કમ શોપીંગ કાર્ડ દેશભરનાં એટીએમ અને પીઓએસમાં વપરાશ કરી શકાય છે.  બેન્ક એન.ઈ.એફ.ટી.- આર.ટી.જી.એસ, સીટીએસમાં ડાયરેકટ મેમ્બરશીપ ધરાવે છે.

આ સમારોહમાં નલિનભાઈ વસા (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), હરિભાઈ ડોડીયા (પ્રભારી ડિરેકટર), ટપુભાઈ લીંબાસીયા (પૂર્વ વાઈસ ચેરમેન- ડિરેકટર), હરકિશનભાઈ ભટ્ટ (સીઈઓ), વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર), મવડી પ્લોટ શાખા વિકાસ સમિતિમાંથી જગદીશભાઈ લીંબાસીયા (કન્વીનર), નટુભાઈ ચાવડા (સહ- કન્વીનર), મધુકાંતભાઈ ભટ્ટ, નવીનભાઈ પટેલ, દર્શનભાઈ શાહ, ત્રિલોકભાઈ ઠાકર (સીડીઓ), રજનીકાંત રાયચુરા (એ.જી.એમ.બેન્કિંગ), વલ્લભાઈ આંબલીયા (એ.જી.એમ.-એકાઉન્ટ), ગિરીશભાઈ ભુત (એ.જી.એમ.-ક્રેડીટ), ખુમેશભાઈ ગોસાઈ (ચીફ મેનેજર- રીકવરી), ભરતભાઈ હિંગરાજીયા (ચીફ મેનેજર- એસ્ટેટ), જયેશભાઈ છાટપાર (ચીફ મેનેજર- આઈ.ટી.), અશ્વીનભાઈ મહેતા (ડી.સી.એમ.), દુષ્યંતભાઈ ઉપાધ્યાય (મેનેજર), કિશોરભાઈ મુંગલપરા (સ્ટાફ રિલેશન મેનેજર) અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન જગદીશભાઈ લીંબાસીયાએ અને સંચાલન ડિમ્પલબેન પીઠડીયાએ કર્યું હતું.

(4:48 pm IST)
  • NEETની પરીક્ષા આગામી 6 મેના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા દરમ્યાન લેવામાં આવશે. નીટની પરીક્ષા અંગે CBSEએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ વિદ્યાર્થીઓ http://cbseneet.nic.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકશે. સીબીએસઇ દ્વારા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. CBSE દ્વારા માન્ય કરાયેલી ગુજરાતી સહિતની 8 ભાષાઓમાં NEETની પરીક્ષા લેવામાં આવશે. access_time 2:56 pm IST

  • દિલ્હીના હવાઈ મથક પરથી ૬ કારતુસ સાથે એક મુસાફર ઝડપાયોઃ કેન્દ્રિય ઓદ્યોગીક સુરક્ષા બળ (સીઆઈએસએફ)એ દિલ્હીના ઈન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી કોચ્ચિ જતા એક મુસાફરને ૬ કારતુસ સાથે ઝડપ્યો : મુસાફરી પહેલા થતી સુરક્ષા તપાસ દરમિયાન મુસાફરની હેન્ડ બેગમાંથી ૦.૩૨ એમએમના ૬ કારતુસ મળી આવ્યા access_time 4:08 pm IST

  • ભાજપ ' કેચ-૨૨' સ્થિતિમાં : પેટા ચુંટણીમાં રકાસ છતાં વસુંધરા રાજેનો કોઇ સબળ વિકલ્પ નથીઃ રાજસ્થાનમાં ભાજપ એવી મુંઝવણમાં છે કે વસુંધરા રાજેને હટાવી પણ શકે તેમ નથી અને સાથે પણ રાખી શકે તેમ નથી access_time 4:08 pm IST