Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

'શાસ્ત્રી મેદાનમાં રહેતાં નહિ, ભાગી જજો'...કહી સુલતાન અને પત્નિ પ્રેમીલા પર ત્રણ શખ્સોનો હુમલોઃ કોણી ભાંગી

મજૂરી કરતો મુસ્લિમ યુવાન પત્નિ, પુત્રી, ભાઇ, સાથે શાસ્ત્રી મેદાનમાં જ રહે છેઃ અજાણ્યા શખ્સો કોણ? તે અંગે તપાસ

રાજકોટ તા. ૯: શાસ્ત્રી મેદાનમાં રહેતાં મુસ્લિમ યુવાન અને તેની પત્નિ પર રાત્રીના અજાણ્યા ત્રણ શખ્સોએ 'અહિ શું કામ રહો છો? મેદાનમાંથી ભાગી જજો' તેમ કહી ધોકા-પાઇપથી હુમલો કરતાં મુસ્લિમ યુવાનની ડાબા હાથની કોણી ભાંગી જતાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરો અંગે તપાસ હાથ ધરી છે.

આ મામલે પોલીસે શાસ્ત્રી મેદાનના પટમાં જ રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં સુલતાન કાસમભાઇ ભલાણી (ઉ.૪૦)ની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૩૨૫, ૧૧૪, ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. સુલતાને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાની સાથે પ્રેમિલા નરસી માસુમીયા (ઉ.૪૨) નામની કોળી મહિલા વર્ષોથી પિત્નિ તરીકે રહે છે. રાત્રે પોતે તથા પ્રેમિલા, તેની દિકરી અનિતા, પોતાનો ભાઇ સાજીદ સહિતના શાસ્ત્રી મેદાનના પટમાં રાત્રે સાડા અગિયારેક વાગ્યે જમતા હતાં ત્યારે ત્રણ જણા આવ્યા હતાં અને 'તમે અહિ કેમ રહો છો? પટમાંથી ભાગી જજો' તેમ કહી ઝઘડો કરી ગાળો દીધી હતી અને એક શખ્સ પાસે પાવડાનો હાથો હોઇ તેનાથી હુમલો કરી પોતાને તથા પ્રેમિલાને માર માર્યો હતો. બીજા શખ્સે ધોકાથી અને ત્રીજાએ પાઇપથી માર માર્યો હતો. ભાઇ સાજીદે દેકારો મચાવતાં ત્રણેય હુમલાખોર ભાગી ગયા હતાં.

બાદમાં ૧૦૮ને ફોન કરી પોતે તથા પત્નિ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. એ-ડિવીઝનના એએસઆઇ આર. આર. સોલંકીએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)