Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સ્વચ્છ સર્વેક્ષણ ટીમને ઉંધા ચશ્મા પહેરાવી રાજકોટને સ્વચ્છ દેખાડવા કોર્પોરેશન તંત્ર ઉંધા માથે

પોશ વિસ્તારમાં ટીમને ફેરવી ગંદકીના ગંજને ઢાંકવાના પ્રયાસોઃ રાજુ જુંજાનો અક્ષેપો

રાજકોટ : રાજકોટ મ્યુ. કોર્પોરેશન સ્વચ્છ સીટી દેખાડવા હંમેશા અગ્રેસર રહ્યું છે. અને સ્વચ્છતામાં નંબર ૧ ના સંખ્યાબંધ એવોર્ડ જીત્યા છે. પરંતુ આવા દેખાડાનો અર્થ શું ? ખરેખર રાજકોટની સ્વચ્છ સીટી બનાવવા રસ નથી. તેને પણ સારૂ સારૂ દેખાડવા વર્ષોથી ગંદકીથી ખદબદતા હોકર્સ ઝોન રાતો રાત સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરને સ્વચ્છ બનાવવા તંત્રને ઉંધે માથે કરી દીધું છે. છતાં હજુ ઘણા વોંકળા અને વોકળા ઝોન વિસ્તારો એવા છે જયાં હજુ સુધી તંત્રના હાથ પહોંચી શકયા નથી. રાજકોટને ખરા અર્થમાં સ્વચ્છ બનાવવાનું હશે તો મ્યુ. તંત્રએ માત્ર દેખાડા નહિ પરંતુ વાસ્તવિક રીતે જમીન પર આવી કામ કરવું પડશે તો જ રાજકોટ સ્વચ્છ બનશે. અને રાજકોટ શહેરીજનોએ પણ તેમાં જોડાવું પડશે. તેમ સામાજીક અગ્રણી રાજુભાઇ જાુંજાએ જણાવ્યું હતું. (પ-ર૮)

(3:41 pm IST)