Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

રાજકોટ જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા : વડીલો અને શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન

રાજકોટ : તાજતેરમાં રાજકોટ જિલ્લા પેન્શનર અને સીનીયર સીટીઝન સમાજની સામાન્ય સભા ભાટીયા બોર્ડીંગ, રેલ્વે જંકશન સામે મળી હતી. કોરમ પુરૂ થતા એમ. એ. પંજાના પ્રમુખ સ્થાને સન્માન સમારોહ યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને અતિથિ વિશેષ તરીકે ગુજરાત પેન્શનર સમાજના પ્રમુખ શિવકુમાર જોષી ઉપસ્થિત રહ્યા હતા. અંદાજીત ૧૧૦૦ પેન્શનર ભાઇ બહેનો પણ આ સમારોહમાં સામેલ થયા હતા. સભા સંચાલન સંગઠન મંત્રી સી. એમ. ઠાકરે આગવી શૈલીમાં સંભાળ્યુ હતુ. દીપપ્રાગટય ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના હસ્તે કરાયેલ. શ્રી જોશી, પ્રમુખ શ્રી પંજા, ઉપપ્રમુખ શ્રી ધકાણ, મહામંત્રી વી. ડી. સોનીગરા, સહમંત્રી ખજાનચી એમ. પી. મહેતા, સંગઠન મંત્રી સી. એમ. ઠાકર સાથે જોડાયા હતા. અહીં શ્રી ઠાકરે ડોનેશન માટે અપીલ કરતા જિલ્લાના કારોબારી સભ્યોએ ૧૦૦૦ નું ડોનેશન આપવા જાહેર કરતા સૌએ તાળીઓથી વધાવી લીધેલ. બાદમાં દિવંગતોને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. શ્રી મહેતાએ ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. વી. ડી. સોનીગરાએ મહેમાનોનું સ્વાગત કરેલ. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલનું ફુલહાર અને શાલ ઓઢાડી શ્રી પંજાએ સન્માન કરેલ. શ્રી જોશી પ્રમુખ ગુજરાત પેન્શનર સમાજને શાલ ઓઢાડી અને હાર પહેરાવી એમ. પી. મહેતાએ સન્માન કરેલ. શ્રી ગજજરનું પણ બહુમાન કરાયુ હતુ. ડી. આર. ચાવ અને રમાકાન્તભાઇ નિમાવત, પ્રમુખ જસદણ અને કોટડા નવા વરાયેલ તેઓનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. એચ. એમ. ત્રિવેદી કાર્યાલય મંત્રી અને કે. ડી. ઠાકર, અન્વેષકનું કાર્યાલયની કામગીરી બદલ શ્રી મહેતા અને શ્રી પંજાના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયેલ. કે. ડી. માવાણી ધોરાજી પેન્શનર મંડળના પ્રમુખ શ્રી મહેતાને પણ શાલ ઓઢાડી સન્માનીત કરાયા હતા. મનસુખભાઇ પરમાર તરફથી શ્રી પંજા, શ્રી જોશી અને મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. પ્રમુખ સ્થાનેથી શ્રી પંજાએ આવકાર પ્રવચન કરેલ. તેમજ પેન્શનરોના પડતર પ્રશ્નો અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ તકે ૧૪૭ પુરૂષો અને ૩૯ બહેનો મળી ૧૮૬ જેટલા ૭૦ વર્ષના ભાઇ બહેનોનું સન્માન કરાયુ હતુ. ગુજરાત પેન્શનર સમાજના પ્રમુખ શ્રી જોશીએ પ્રાસંગીક પ્રવચન કરી સંગઠનને મજબુત બનાવવા પર ભાર મુકયો હતો. એમ. પી. મહેતાએ ઓડીટેડ હીસાબોની માહીતી રજુ કરતા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.  ધોરાજીના પ્રમુખે ૨૫૦૧ ની ભેટ જાહેર કરતા આભાર વ્યકત કરાયો હતો. જામનગર જિલ્લા પ્રમુખ શ્રી વૈદ્ય પણ ઉપસ્થિત રહેલ અને પડતર પ્રશ્નો ઉકેલવા સક્રીયતા દાખવવા હીમાયત કરી હતી. સમગ્ર સભાનું સંચાલન મંડળના સી. એમ. ઠાકર, એચ. એમ. ત્રિવેદી, કે. ડી. ઠાકર, કે. આર. જીતીયા, ડી. એલ. જાડેજા, ક. જે. જોશી, કિરીટભાઇ, શાહભાઇ, સોમૈયાભાઇ, હિરાણીભાઇ, ડી. આર. રાઠોડ, એચ. ડી. ભટ્ટ, એસ. જે. મેર, જાગૃતિબેન દવે, રવિભાઇ દવે, માવુભાઇ પંચાસરા, કે. ડી. પાઠક, આડતીયાભાઇ, પ્રજાપતિભાઇ, હમીરભાઇ મોરી, રામજીભાઇ વાગડીયાએ સંભાળેલ. આ કાર્યક્રમ દરમિયાન ૫૦૦ થી વધુની ભેટ આપનારાઓનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:40 pm IST)