Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ગોંડલના વેપારીના બોગસ બીલીંગ કૌભાંડમાં જીએસટીએ વકીલને સમન્સ પાઠવતા રોષ

રાજકોટ જીએસટી બાર એસો. દ્વારા જસ્મીન ચાવડાની ફેવરમાં વેરા કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. ૯ : જીએસટી દ્વારા ગોંડલના વેપારીના બોગસ બિલીંગ કૌભાંડમાં વકીલને સાગરીત દર્શાવી સમન્સ પાઠવવામાં આવતા વકીલ આલમમાં ઘેરા રોષની લાગણી પ્રવર્તી છે.

આ અંગે રાજકોટ જીએસટી બાર એસો.ના દ્વારા અમદાવાદ ખાતે રાજય વેરા કચેરીના એડીશ્નલ કમિશ્નર શ્રી અજયકુમારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

તેઓએ જણાવેલ છે કે ભારતીય પુરાવા અધિનિયમની કલમ ૧૨૬ ના પ્રાવધાન મુજબ વકીલને પ્રાથમિક રીતે સમન્સ આપી શકાતુ નથી. જેથી ગોંડલના વકીલ જસ્મીન ચાવડાને કોઇ વેપારીના બોગસ બીલીંગ કૌભાંડમાં સમન્સ પાઠવી દેવાયુ તે ભુલ ભરેલુ છે.

આ બાબતે ત્વરીત યોગ્ય કરવા રજુઆત કરાઇ હતી. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દીપેન દવે, ગુજરાત જીએસટી બાર પ્રમુખ નિતિન ઠાકર, એકઝી. ડાયરેકટર અનિલભાઇ કેલાની આગેવાની હેઠળ થયેલ આ રજુઆતમાં રાજકોટ જીએસટી બાર એસો.ના પ્રેસીડેન્ટ જીતેન્દ્રભાઇ ચાવડા, સેક્રેટરી દીપકભાઇ ચેતા, જોઇન્ટ સેક્રેટરી શૈલેષભાઇ ભુપતાણી, ટ્રેઝરર દીપકભાઇ દવે, લીડીંગ એડવોકેટ અપુર્વભાઇ મહેતા, મનીષભાઇ સોજીત્રા, હેમલભાઇ કામદાર, અચે. ડી. પટેલ, જી. સી. દોમડીયા, મહેન્દ્રભાઇ પુજારા, મધુભાઇ ખંધાર, હરેનભાઇ પોપટ, જતીનભાઇ ભટ્ટ, અલ્પેશભાઇ લુનાગરીયા, રમેશભાઇ રાખોલીયા તેમજ ગોંડલ બાર એસો., જામનગર બાર એસો.ના મળીને ૪૦ થી ૪૫ વકીલો સાથે જોડાયા હતા.

રજુઆતના પ્રત્યુતરમાં સમન્સ પરત ખેંચી લેવાની હૈયાધારણા આપવામાં આવી હતી.

ગોંડલના વકીલ જસ્મીન ચાવડાને થયેલ અન્યાય દુર કરવા અમદાવાદ વેરા કમિશ્નરને રજુઆત થયેલ તે સમયની તસ્વીર નજરે પડે છે. (૧૬.૭)

(3:28 pm IST)