Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

૧૧મીએ ડોકટરોની હડતાલ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવતુ રાજકોટ આઈ.એમ.એ.

રાજકોટઃ આગામી તા. ૧૧ના આઈ.એમ.એ. દ્વારા ડોકટરોની રાષ્ટ્રવ્યાપી હડતાલ છે તે સંદર્ભે રાજકોટ આઈ.એમ.એ.ના ડો. જય ધરવાણી, ડો. રૂકેશ ઘોડાસરા સહિતના તબીબોએ કલેકટર રેમ્યા મોહનને આવેદનપત્ર પાઠવ્યુ હતુ તે વખતની તસ્વીર. નોંધનીય છે કે, આઈ.એમ.એ. ગુજરાતના પૂર્વ પ્રમુખ અને હાલ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડ્યા, આઈ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. રશ્મી ઉપાધ્યાય, પૂર્વ ઉપપ્રમુખ સર્વશ્રી ડો. એમ. કે. કોરવાડીયા, ડો. ભરત કાકડીયા, ડો. અમિત હપાણી, ડો. હિરેન કોઠારી, આઈ.એમ.એ.- રાજકોટના ઈલેકટ પ્રેસીડન્ટ ડો. પ્રફુલ કમાણી, પૂર્વ પ્રમુખ ડો. ચેતન લાલસેતા, ડો. યજ્ઞેશ પોપટ, ડો. ભાવેશ સચદે, ડા. દીપેશ ભાલાણી, પૂર્વ સેક્રેટરી ડો. પારસ શાહ, ડો. તેજસ કરમટા, એડિટર ડો. ધર્મેશ શાહ, થીમ કો.ઓર્ડનિટર ડા. સંકલ્પ વણઝારા, પેટ્રન ડો. એસ. ટી. હેમાણી, ડો. પ્રકાશ મોઢા, ડો. ભાવીન કોઠારી, ડો. ડી. કે. શાહ, ડો. સુશીલ કારીઆ, ડો. વલ્લભ કથીરીયા, વુમન્સ વિંગના ચેર પર્સન ડો. સ્વાતિ પોપટ ઉપરાંત અગ્રણી તબીબો ડો. કીર્તિ પટેલ, ડો. સંજય ભટ્ટ, ડો. નિતીન લાલ, ડો. કાન્ત જોગાણી, એફ.પી.એ. મેમ્બર ડો. કે. એમ. પટેલ, ડો. પંકજ મચ્છર, ડો. વસંત કાસુન્દ્રા, ડો. દીપક મહેતા, સહિત તબીબો આગેવાનોના માર્ગદર્શન હેઠળ રાજકોટના તબીબો હડતાલમાં જોડાશે. આઈ.એમ.એ.ના મિડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિકસના શ્રી વિજય મહેતા સેવા આપે છે

(3:43 pm IST)