Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

કોરોના કરતા કોરોનાની બીક વધુ લાગે છેઃ ભયમુકત રહીને સારવાર કરાવવી જોઇએ

રાજકોટ તા. ૮ : રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં સિવીલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલ ખુબ જ મહત્વની કામગીરી કરી રહ્યો છે.

કોરાનાને મ્હાત કરનાર શિતલબેન કોરડીયાએ પોતાની આપવિતી જણાવતા કહ્યુ હતું કે,મને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી તથા બે-ત્રણવાર ઉલ્ટી થતા મેં મારો ટેસ્ટ કરવ્યો હતો. જે ટેસ્ટ પોઝીટીવ આવ્યો. જેથી હું તરત જ સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા દાખલ થઈ ગઈ. રાજકોટ સિવીલમાં ઉત્તમ સારવાર મળતા તેઓની તબિયત સામાન્ય થઈ ગઈ. મને સમરસ હોસ્ટેલમાં શિફટ કરવામાં આવી. સીવીલ અનેસમરસનીટીમ દ્વારા મળેલ સમયસર સારવારથી કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા મળી હતી. આ સારવાર દરમિયાન મને અનુભવાયુ કે કોરોના કરતા કોરોનાનો બીક વધુ જોખમી છે. કોરોના વાયરસથી બચવા માટે લોકો એ જાગૃત બની સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

કોરોનાગ્રસ્ત થયેલ કોઈ પણ વ્યકિતના સાજા થઈને ઘરે પરત ફરવામાં રાજકોટની સમરસ હોસ્ટેલનો ખુબ જ મહત્વનો અને નોંધપાત્ર ફાળો રહેલો છે.ખાસ કરીને વડીલો,અશકતો અને બાળકો સહિત જરૂરીયાતમંદ દર્દીઓની સારવાર થકી મળતા અંતરના આશીર્વાદ અને આત્મસંતોષની લાગણી તેમના ચમકતા ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવે છે.

(2:58 pm IST)