Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

જેની સાથે ભાગી એ છોકરાના પરિવારે ન સ્વીકારતાં ભાવનાએ ઝેરી દવા પીધી

કિસાનપરામાં રહેતી પરિણીતા પડોશી યુવાન સાથે ભાગી નીકળ્યા બાદ પરત આવી પગલુ ભર્યુ

રાજકોટ તા. ૮: જુની કેન્સર હોસ્પિટલ પાછળ કિસાનપરામાં રહેતી ભાવનાબેન ગોૈતમ મકવાણા (ઉ.વ.૨૭) નામની પરિણીતાએ નાના મવા રોડ લક્ષ્મીના ઢોળા પર રહેતાં પોતાના માતા પ્રેમિલાબેનના ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવસ્ર્ટિી પોલીસને જાણ કરી હતી. ભાવનાબેનના કહેવા મુજબ પોતાને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પતિ ગોૈતમ રિક્ષા ચલાવે છે. પોતાને દોઢેક વર્ષથી પડોશી જીજ્ઞેશ સાથે પ્રેમ હતો. ગત ૩૦ના રોજ પોતે અને જીજ્ઞેશ ભાગી ગયા હતાં. સાથે પોતે બે વર્ષની પુત્રીને પણ લઇ ગઇ હતી. બંને ભાગીને અજમરે જતાં રહ્યા હતાં. ગયા રવિવારે પાછા રાજકોટ આવ્યા હતાં. પરંતુ હવે છોકરાના પરિવારજનોએ પોતાને ન સ્વીકારતાં માઠુ લાગી જતાં પોતે માતાના ઘરે જતી રહી હતી અને ત્યાં જઇ ઝેરી દવા પી લીધી હતી. પોલીસે તેણીનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(12:22 pm IST)